Abtak Media Google News

મંદિરના ડિમોલેશન દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

ઉધનામાં કાચું મંદિર દૂર કરવા પહોંચેલી પાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે 10 લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ પાલિકાની ટીમે મંદિરના ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.
પોલીસે 10ની અટકાયત કરી…
ઉધના ખાતે આવેલા પટેલ નગરમાં પાલિકાના પ્લોટ પર સ્થાનિકો દ્વારા જમીનમાંથી ભગવાનની મૂર્તિ મળી હોવાથી કાચું મંદિર બનાવ્યું હતું. જેની જાણ પાલિકાની ટીમને થતા આજે મંદિરનું ડિમોલેશન કરવા માટે પહોંચી હતી. જ્યાં સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસના મોટો કાફલો સાથે પણ સ્થાનિકોનું ઘર્ષણ સર્જાયું હતું. ત્યારબાદ પોલીસે 10 જેટલાની અટકાયત કરી હતી. ત્યારબાદ પાલિકાની ટીમે મંદિર ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.