Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત ફેલાણી છે ત્યારે બગસરામાં શાક માર્કેટ વિસ્તારમાં સોશિયલ ડીસટન્સ ન જળવાતા જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા સુચના મળતા તંત્ર દોડતું થયું ત્યારે મામલતદાર બગસરા તેમજ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ કે મકવાણા અને બગસરા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પત્રકારો ટીમ સાથે રાખી શાકમાર્કેટમાં સોશિયલ ડિસટન્સ ન જાળવતાં હોય તેવા તત્ત્વો સામે કડક હાથે કામ લઈ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સોશિયલ ડિસટેન્સ ન જાળવતાં દુકાનદારોને પણ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સમગ્ર બગસરા શહેરમાં આ ટીમ દ્વારા પરમીશન વગર ની ખુલેલી દુકાનોને પણ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી માસ્ક ના પહેરેલા બજારમાં ફરતાં લોકોને પણ પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ આ અંગે વધુ માહિતી આપતા બગસરા મામલતદાર આઇ.એ.એસ તલાટ દ્વારા શાક માર્કેટ બંધ રાખી બગસરાના અલગ અલગ વિસ્તારોમાં ફરી ને ફરી શાકભાજી વેચવા ની સૂચનાઓ આપવામાં આવી જેમાં બગસરા નાયબ મામલતદાર પ્રશાંત ભીંડી . બગસરા શહેર ભાજપ પ્રમુખ એવી રીબડીયા બગસરા નગરપાલિકાઉપ-પ્રમુખ નિતેશ ડોડીયા. ભરતભાઈ ખીમસુરીયા. ફ્રૂડ ઇસ્પેક્ટર બાબરીયાભાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા એસબીઆઈ બેન્કથી મામલતદાર ઓફીસ નગરપાલિકા થી શિવાજી ચોક કુકાવાવ નાકા થી હોસ્પિટલ રોડ નદીપરાઆ થી મહાવીર કોમ્પલેક્ષ ડોક્ટર રાઠોડ સાહેબના દવાખાનાથી બસ સ્ટેન્ડ રોડ સુધી મામલતદાર દ્વારા નગરપાલિકાના કર્મચારી તથા ચીફ ઓફિસરને લેખિત સૂચના આપી હતી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક નીરલિપ્ત રાઈ સાહેબ દ્વારા બગસરા માં વિઝીટ કરવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.