Abtak Media Google News

ચંદન પાર્ક, આનંદનગર, વિરલ સોસાયટી, ગવલીવાડ અને બરકતીનગરમાં જુગારના પટ્ટમાંથી એક લાખ રોકડા કબ્જે

શહેરમાં તહેવારની રજાના દિવસોમાં ચંદન પાર્ક, આનંદનગરરૂત વિરલ સોસાયટી, ગવલીવાડ, બરકતીનગર, માલીયાસણ અને જામનગર રોડ પરના આઇઓસી પ્લાન પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતી પાંચ મહિલા સહિત ૩૭ શખ્સોની એક લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.

કોઠારિયા રોડ પર આવેલા બરકતીનગરમાં ‚કસાનાબેન ઉર્ફે નાનકડી આરિફ થૈયમના મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.ડી.ડામોર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ‚કસાનાબેન આરિફ થૈયમ, વર્ષાબેન ધર્મેશભાઇ રાઠોડ, જાહિદા ઇકબાલ ઠેબા, રસીદાબેન યુનુસ રાઉમા, વનિતાબેન શાંતિભાઇ પરમાર, શાંતિ માલુ પરમાર અને તોસિફ હનિફ પીપરવાડીયા નામના શખ્સોની ૧૬,૮૩૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

રૈયા રોડ પર આવેલા ચંદન પાર્કમાં આદિત્યા એન્ટર પ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા લાલજી રામા સાટીયા, અભયસિંહ ભૂપતસિંહ ચુડાસમા, ભગીરથસિંહ હેમુભા ડાભી અને ભાવેશ મોહન મકવાણા નામના શખ્સોને ૧૧,૩૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જામનગર રોડ પર આવેલા આઇઓસી પ્લાન્ટ પાસે જાહેરમાં જુગાર રમતા મહંમદહૈદરઅલી મહંમદઉસ્માન શેખ, મહંમદસાકરી મહંમદ કેસ રાયન, મહંમદ સલ્લાઉદીન જફીર અને હસન અબ્દુલ કલામ શેખ નામના શખ્સોને ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ વ્યાસ સહિતના સ્ટાફે રૂ.૧૪,૮૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

મવડી રોડ પર આવેલી વિરલ સોસાયટીમાં રહેતા રાજુ જવેર ચાવડાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એસઓજીના પી.આઇ. આર.વાય.રાવલ, પી.એસ.આઇ. એચ.એમ.રાણા અને હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રાજુ જવેર ચાવડા, મહેશગીરી ‚ગનાથગીરી ગૌસ્વામી, સુરસીંગ માનસીંગ ખેરડીયા, જીતેન્દ્ર લક્ષ્મીદાસ નથવાણી, ગોવિંદ ઉકાજી પઢીયાર, સહદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, હિતેશ બાબુ અસવાર અને નિતેસ ભરત દવે નામના શક્સોને રૂ.૩૩,૩૦૦ની રોકડ સાધે ધરપકડ કરી છે.

ગવલીવાડમાં જાહેરમાં જુગાર રમતા શબ્બીર ગુલામરસુલ ઘાચી, અસ્લમ અસરફ સોલંકી, એઝાઝ આદમ દલવાણી, મુકેશ દેવજી જંજવાડીયા, યાકુબ જુસબ વિસર અને સિકંદર ઇસ્માઇલ દલવાણી નામના શખ્સોને રૂ.૮,૧૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

કોઠારિયા રોડ પર આવેલા નિલકંઠ સિનેમા પાસે આનંદનગર મેઇન રોડ પર સોમનાથ ફુલવાળા નજીક જાહેરમાં જુગાર રમતા કિરીટ રતીલાલ સેજપાલ અને દિનેશ શાંતીલાલ માખેચા નામના શખ્સોને હેડ કોન્સ્ટેબલ સલીમ મકરાણી સહિતના સ્ટાફે રૂ.૧૮૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામના સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા વિનોદ પ્રેમજી જાદવ, દેવજી જીવા ચાવડા, ખીમજી કાંતી ચાવડા, રાજેશ ઘેલા ખોડા, પીઠા માંડા જાદવ અને વિનોદ નાનજી ચાવડા નામના શખ્સોને રૂ.કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.કે.ઝાલા સહિતના સ્ટાફે રૂ.૧૧,૨૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.