Abtak Media Google News

રાજયની ગ્રાન્ટેડ સરકારી કોલેજોમાં અધ્યાપકોની ૧૫૦૦ જગ્યા ભરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા છેલ્લા ઘણા સમયથી અધ્યાપકોની જગ્યા ખાલી પડેલ છે. આખરે ખાલી જગ્યાઓ ભરવા સરકારે મંજૂરીની મહોર મારી દેતા યુનિવર્સિટી દ્વારા હવે થોડા જ સમયમાં ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩૨ તેમજ રાજયની સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપકોની ૧૫૦૦ જેટલી જગ્યાઓ ભરા માટે રાજય સરકાર દ્વારા મંજૂરી આપી દેવાતા ટુંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે અધ્યાપકોની ૪૭ જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી હાથ ધરાતા ૨૩ જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો મળતા તેમની ભરતી કરવામાં આવી હતી જયારે ખાલી પડેલ ૨૪ જગ્યાઓમાં ઉમેદવારો નહી મળતા તે જગ્યા ખાલી પડેલી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં હાલમાં ૧૧૦થી વધુ કાયમી અધ્યાપકો ફરજ બજાવી રહ્યા છે. જયારે ૩૨ અધ્યપાકો હંગામી ધોરણે સેવા બજાવી રહ્યા છે.ક રાજય સરકાર દ્વારા મંજૂરી મળતા યુનિ. દ્વારા આગામી ટુંક સમયમાં એટલે ૧૫ દિવસની બંદર ભરતી પ્રક્રિયા શ‚ થાય તેવું જાણવા મળ્યું છે. ખાલી પડેલ જગ્યાઓમાં રસાયણ શાસ્ત્ર, ગુજરાતી ભવન, બાયો સાયન્સ ભવન, હિન્દી ભવન સહિત ટીચીંગ સ્ટાફ ભરતી બાદ નોન ટીચીંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.