Abtak Media Google News

કોરોના તો ‘મચ્છર’ છે મગરમચ્છ હજુ બાકી છે!

વિજ્ઞાનનું રાજકારણ કરાય તે બહુ જ દુ:ખદ:  ‘ચીનની બૈટ વુમન’  શી ઝેંગલી

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે. વિશ્ર્વના અનેક દેશોમાં આ રોગચાળાએ કાળો કેર વર્તાવી લાખો લોકોના જીવ લીધા અને કેટલાય દેશોની અર્થ વ્યવસ્થાને વેરવિખેર કરી નાખી છે  ત્યારે ચીનના વાયરસના નિષ્ણાંતે વધુ ચોકાવનારી વિગતો આપી છે. આ વિગતો આખી દુનિયાને હચમચાવી મુકે તેવી છે.

આગામી દિવસોમાં નવા વાયરસનો હુમલા થઇ શકે છે  તે અંગે ચીનની વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના ડેપ્યુટી ડાયરેકટર શી ઝેંગલીએ ચીનના સરકારી ટેલીવિઝનને આપેલી મુલાકાતમાં જણાવાયું હતું કે હજી પણ વધુ ખતરનાક વાયરસના હુમલા થઇ શકે છે. કોરોના ‘નાની વાત’છે અને હુમલાની હજુ શ‚આતછે.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ ઝેંેગલી ચામાચીડીયામાં રહેલા બૈટ કોરોના વાયરસ પર સંશોધન કરી ચુકયા છે અને એટલે જ તેણીને ‘ચીનની બૈટ વુમન’પણ કહેવામાં આવે છે.

શી ઝેંગલી કહે છે કે વાયરસ અંગે જે સંશોધન કરવામાં આવે છે તે અંગે સરકાર ને વૈજ્ઞાનિકોએ પારદર્શક રહેવું જોઇએ. તેનું કહેવું છે કે જયારે વિજ્ઞાનનું રાજકારણ કરવામાં આવે છે ત્યારે બહુ દુ:ખ થાય છે.

સીસીટીએન સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિક ઝેંગલી કહે છે કે આપણે આપણી ભાવિ પેઢીને ચેપી રોગથી બચાવવી હશે તો આપણે જીવોમાં રહેલા અજાણ્યા વાયરસની જાણકારી આપવી જોઇએ અને એની ચેતવણી પણ આપવી જોઇએ.

શી કહે છે કે જો આપણે અજાણ્યા વાયરસ ઉપર અભ્યાસ નહી કરીએ તો શકય છે કે વધુ એક ચેપી રોગ (વાયરસ) ફેલાય. તમને એ જણાવી દઇએ કે જયારે ચીનના મહત્વના નેતાઓની વાર્ષિક બેઠક શરૂ ‚થવાની છે તે વેળાએ જ શીનો આ ઇન્ટરવ્યુ ટેલીવિઝન પર પ્રસારિત  થયો હતો.

અત્રે એ પણ યાદ આપીએ કે વિશ્ર્વના કેટલાય દેશો ચીનના વુહાનમાં આવેલી વાયરોલોજી ઇન્સ્ટીટયુટને શંકાની નજરે જુએ છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોન્પીઓનો દાવો છે  કે કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાંથી જ ફેલાયો છે, અમારી પાસે પુરાવા છે. જો કે ચીન અને વુહાન ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી એ આ આક્ષેપોને નકારી કાઢયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.