Abtak Media Google News

આપણે લગભગ પૂરા જીવનકાળ દરમિયાન 229961 કલાક સુધી ઊંઘીએ છીએ.આપણે જે બેડરૂમમાં સૂઈએ છીએ તે આપણાં માટે ખૂબ  જ મહત્વપૂર્ણ હોય છે રૂમને સુગંધિત રહે તે માટે આ પાંચ છોડ રાખી તમે તમારા બેડરૂમને સુગંધિત તેમજ હકારાત્મક ઉર્જા , હકારાત્મક મૂડ બનાવી શકો છો.

૧) ગાર્ડનિયા :

203069 675X450 Gardeniasગાર્ડનિયા પ્લાન્ટ બેડરૂમમાં રાખવા માટે ખૂબ જ લોકપ્રિય છે, તેના ચળકાટ અને તેના સદાબહાર પાંદડાઓના કારણે. તેઓ વધુ સારી ઊંઘ માટે મદદરૂપ બને છે.

૨) મોગરો :Jasmine Blooming

 

આપણે બધા ને મોગરાની સુગંધ ખૂબ પસંદ હોય છે આ સુંદર ફૂલો તમારા બેડરૂમમાં એક સંપૂર્ણ રૂમ બનાવવા માટે મદદ કરશે. આ છોડના કેટલાક સારા ગુણો એ છે કે જે તમને કેટલીક બીમારી સામે રક્ષણ આપે છે.

૩) લવંડર :Ori Lavender Flower Arrangements For Weddings Flowers Bouquets Rose
લવંડર ખૂબ જ  સુગંધી છે માટે વાતાવરણમાં ખૂબ જ જલ્દી તેની સુગંધ ફેલાવે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તે તણાવના સ્તરોને ઘટાડવામાં મદદ કરે છે, અને હૃદયના દરને આરામ કરવા માટે દબાવે છે.

૪ ) લીલી :

Peace Lily Px Full Width 1નાસાના સુપરસ્ટાર છોડ પૈકીનું એક એટલે કે લીલી, તમારા બેડરૂમમાટે સરસ પસંદગી છે. તે આંખોમાં ઠંડક આપે છે. તે વાતાવરણમાં રહેલા હાનિકારક બેન્ઝીન, ટ્રાઇક્લોરેથીલીન અને ફોર્લાડેહાઈડ ઝેરનું પણ ફિલ્ટર કરે છે.

 ૫) સૂર્યમુખી :

20170708095447 File 596154A7C0082આ ફૂલો તમારા મૂડને ખૂબ જ ખુશખુશાલ તેમજ હકારાત્મક બનાવી રાખવામાં મદદ કરે છે. આ ખુશખુશાલ અને તેજસ્વી ફૂલો ગુલાબી, નારંગી, સફેદ અને પીળાએવા ઘણાબધા રંગોમાં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.