Abtak Media Google News

રિલાયન્સ રીટેલનો જિયોફોન ભારતીય મોબાઈલ હેન્ડસેટ માર્કેટમાં સ્પષ્ટ રીતે અગ્રણી બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યો છે. જિયોફોન 2018ના બીજા ત્રિમાસિક ગાળામાં 28 ટકા બજાર હિસ્સો ધરાવતો હતો, એમ ગુરુવારે જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

“જિયોફોને ભારતીય બજારમાં ફ્યુઝન ફોન વિભાગના નામે નવા વિભાગને જન્મ આપ્યો છે.

ફ્યુઝન હેન્ડસેટ્સ એક એવો ફિચર ફોન છે જેમાં 4G jio Phoneજી કનેક્ટિવિટીની સાથેની એપ્સ ઇકોસિસ્ટમ ગ્રાહકને મર્યાદિત સ્માર્ટ ફિચરના ઉપયોગની છૂટ આપે છે,” એમ સાઇબરમીડિયા રીસર્ચ (સી.એમ.આર.)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

“2018ના બીજા ત્રિમાસિક ગાળામાં વિશિષ્ટ શ્રેણી ફ્યુઝન ફોનનું આગમન થયું. આ શ્રેણીમાં જિયોફોનનો દબદબો રહ્યો પરંતુ માઇક્રોમેક્સ અને લાવા જેવી ભારતીય બ્રાન્ડ્સના ફોન પણ થોડા પ્રમાણમાં બજારમાં આવ્યા,” એમ આઇ.આઇ.જી.-સી.એમ.આર.ના લીડ એનાલિસ્ટ નરીન્દર કુમારે જણાવ્યું હતું. હાલમાં ચારમાંથી એક મોબાઇલનું ભારતમાં કમ્પલિટલી નૉક-ડાઉન (સી.કે.ડી.) સ્તરે ઉત્પાદન થાય છે.

“2018ના બીજા ત્રિમાસિક ગાળામાં બે ટ્રેન્ડના કારણે ટૂંકાગાળાની હલચલ જોવા મળી. એક તો જિયોની મોનસૂન ઓફરની અસરથી તમામ મુખ્ય હેન્ડસેટ બ્રાન્ડ્સની માગના અંદાજમાં થયેલો અકલ્પનીય વધારો. બીજું, નાની કંપનીઓ સી.કે.ડી. ઉત્પાદન કરવા લાગી અને તેમની પોતાની એસ.એમ.ટી. લાઇન અનુસાર ઉત્પાદનના સ્તરને જાળવી રાખવા લાગી,” એમ ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજેન્સ ગ્રૂપ (આઇ.આઇ.જી.), સી.એમ.આર.ના વડા પ્રભુ રામે જણાવ્યું.

રિલાયન્સ પછીના ક્રમે ભારતીય મોબાઇલ હેન્ડસેટ માર્કેટના 17.2 ટકા હિસ્સા સાથે સેમસંગ રહી હતી.

“ભારતમાં મોબાઇલ હેન્ડસેટ બ્રાન્ડ માટે પ્રથમ વખત મોબાઇલ હેન્ડસેટ શિપમેન્ટ્સે 2018ની સમાપ્તિ સુધીમાં 300 મિલિયનના સિમાચિહ્નને પાર કર્યું અને 2020 સુધીમાં સ્માર્ટફોન ફિચર ફોન અને ફ્યુઝન ફોન બંનેને પાછળ છોડીને આગળ વધી જશે,” એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.