Abtak Media Google News

આપણામાંના ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે.

નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે કેવી રીતે અને શું કરવું તેની માહિતી મળશે.

લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે.

Mustard Oil For Skin And Hairસરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે.

આપ દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.

0J6A0699જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.