Abtak Media Google News

જીહા… અમે તમને અત્યારે જેની વાત કરવા જય રહ્યા છી તેનું નામ ધિલ્લન ભારદ્વાજ છે.જે મૂળ ભારતનો છે અને હાલ તે  ઈંગ્લેન્ડના લેસ્ટશર કન્ટ્રીસાઈડમાં રહે છે. તેની આ સ્ટોરી વાચીને તમે આશ્ચર્ય પામી જશો. આ વ્યક્તિએ તેમના પિતાના ગેરેજમાં કામ કરીને તેને તેના તમમાં સપના માત્ર 16 વર્ષની ઉંમરે પૂરા કર્યા હતા.

પિતાના ગેરેજમાં શરૂ કર્યો હતો બિઝનેસ

Maxresdefault 1 1ધિલ્લન ભારદ્વાજ માત્ર 16 વર્ષનો હતો ત્યારે તેણે ‘રેચટ’ની શરૂઆત કરી હતી. ત્યેરે તે પિતાના ગેરેજમાં તે પોતે કપડાં ડિઝાઈન કરતો અને પોતે ડિઝાઈન કરેલા કપડાં જાતે જ  બનાવતો હતો. પહેલા વર્ષમાં જ તે લગભગ ન કરોડ રૂપિયા કમાયો હતો. સમયની સાથે તેનો બિઝનેસ વધ્યો, અને તેના કાપડની માંગ વધવા લાગી.

માત્ર 16 વર્ષની ઉંમરે જ બની ગયો હતો કરોડપતિ…

Dhillan Bhardwaj Instagram

ધિલ્લન ભારદ્વાજનું નામ હમણાં ઘણા સમયથી  ચર્ચામાં છે. તેનું મૂળ કારણ તેની આવડત અને કામ પ્રત્યેની લાગણી છે . 16 વર્ષની ઉંમરમાં આ છોકરો કરોડપતિ બની ગયો હતો. તેને પિતાના કાર ગેરેજથી ક્લોથિંગ બ્રાન્ડની શરૂઆત કરી હતી. પહેલા વર્ષમાં 9 કરોડ રૂપિયાની કમાણી કરી અને સોશયલ મીડિયા પર છવાઈ ગયો હતો. આ ઉપરાંત તેની ક્લોથીંગ સ્ટાઈલના લીધે તે હોલિવૂડ સ્ટાર્સની નજરમાં આવ્યો. આજે હોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા જાણીતા ચહેરા તેના બનાવેલા કપડાં પહેરે છે.

ધિલ્લન ભારદ્વાજ 42 એકરના મહેલમાં રહે છે

Cuvd1Dbxgagngwt

ધિલ્લન ભારદ્વાજ નો મહેલ 42 એકરના બાંધાએલો છે, આ મહેલમાં તમામ સુવિધાઓન સામિલ છે  આ સુવિધામાં ટેનિસ કોર્ટ, સિનેમા હોલ, જિમ પણ છે. આ ઉપરાંત અજીબની વાત તો એ છે કે આ મહેલમાં લગભગ 20 બેડરૂમછે. માત્ર  એટલું જ નહીં  ધિલ્લન ભારદ્વાજને ગાડીઓનો પણ ખુબજ  શોખ છે. રોલ્સ રોયસ, ફરારી અને બીએમડબલ્યૂ જેવી લગભગ 20 લક્ઝરી ગાડીઓ તેની પાસે છે.

Indian 1525012893ધિલ્લન ઈંગ્લેન્ડના પીએમ સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે

Mmmmસોશયલ મીડિયા પર છવાયા બાદ ધિલ્લન હોલિવૂડના ઘણા જાણીતા સ્ટાર્સની નજરમાં આવ્યો હતો. પૉપ ગાયિકા રિહાના અને માઈલી સાઈરસ પણ તેની ક્લોથિંગ લાઈનના કપડાં પહેરી ચૂકી છે. ઉપરાંત તે પીએમ ડેવિડ કેમરુન સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે.

ભારતીય મૂળનો ધિલ્લન હાલમાં 21 વર્ષનો થઈ ગયો છે. તે ઈંગ્લેન્ડના લેસ્ટશર કન્ટ્રીસાઈડમાં રહે છે. હાલ એક બ્રિટિશ રિયાલિટી શોમાં ભાગ લઈ રહ્યો છે.

Unnamed Fileએવામાં તેને વાર્લિંઘમમાં એક ગરીબ પરિવાર સાથે રહેવું પડી રહ્યું છે, જે રોજ બે ટાઈમનું ખાવાનું મેળવવા માટે તનતોડ મહેનત કરતા રહે છે. શો દરમિયાન ધિલ્લનનો ગરીબીથી સામનો થયો હતો.

એવામાં તેણે કહ્યું કે, ‘ તે આ પહેલા ગરીબોને ચોર-લૂંટારા સમજતો હતો. ધિલ્લને શોમાં મહિલાના ઘરમાં સફાઈ કરી અને નાનકડા રસોડામાં ખાવાનું પણ બનાવ્યું’…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.