Abtak Media Google News
  • ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની ચેતવણી
  • આશરે ૨.૩ કરોડ મેસેજ મોકલવામાં આવ્યા હતા: મેસેજમાં ‘ઝીપ’ એટેચમેન્ટ હોય છે

ભારતમાં નવો વાયરસ રેનસમ ‘લોકી’ ત્રાટકશે: અજાણ્યા મેલ ના ખોલવા સલાહ

રવિવાર ભારતમાં અત્યંત ઘાતક ‘લોકી’ વાયરલ ત્રાટકી શકે છે.. સરકારીની માલીકીની ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)એ દેશમાં લોકી રેન્સમ વાયરસના ફેલાવા અંગે એક એડવાઇઝરી જારી કરી હતી. તેમણે યુઝર્સને અજાણ્યા લોકો દ્વારા મોકલવામાં આવેલા મેલ નહીં ખોલવા સલાહ આપી હતી. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે  આ રેન્સમ વાયરસ જંગી સ્પમ જુંબેશ મારફતે ફેલાય છે. એવા અહેવાલો મળ્યા હતા કે ભારતમાં એણે ૨.૩ કરોડ મેસેજ મોકલ્યા હતા.

Advertisement

CERT-IN  દ્વારા નાગરિકો અને મોટા સંગઠનોને ‘પ્લીઝ પ્રિન્ટ’, ડોક્યુમેન્ટ્સ, ફોટો, ઇમેજીસ અને પિકચર્સ  વિષય સાથે આવતા ઇમેલને નહીં ખોલવા સલાહ આપવામાં આવી હતી. જો કે લક્ષ્યાંકિત મેલમાં વિષય બદલી શકે છે. મેસેજમાં ઝીપ એટેચમેન્ટ હોય છે અને સેકંડરી ઝીપ ફાઇલમાં વિઝ્યુઅલ બેઝિક સ્ક્રિપ્ટ – વીબીએસ-હોય છે. વીબીએસ ફાઇલમાં ડોઉનલોડર હોય છે જે ડોમેઇન ગ્રેટેસ્ટેટહિટ્ ‘ગ્રેટેસ્ટહિટ્સ ડોટ, માઇગોલ્ડમ્યુઝિક ડોટ કોમ અને અન્ય નામે હોય છે.

આ ઘાતક વાયરસ  લોકોની ફાઇલોને બગાડી નાંખે છે, પર્સનલ કોમ્પ્યુટરને બગાડી દે છે અને એક લોકી ફાઇલનો ઉમેરો કરી દે છે. સૌથી પ્રથમ ૨૦૧૬માં લોકી રેનસમ વાયરસે દેખા દીધી હતી. એટેકર્સ ફાઇલને ખોલવા માટે ખંડણી વસુલ કરે છે. લોકી ફાઇલોને પાછી લાવવા માટે બિટકોઇન્સમાં ખંડણી માગે છે. લોકી વાયરસે ૭૮ લાખ કરતાં વધુ ડોલર ખંખેર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.