Abtak Media Google News

આ દુનિયામાં ઇશ્ર્વરે સૌ કોઇને ખાસીયતો આપી છે કોઇ સુંદર તો કોઇ બુદ્વિશાળી છે, કોઇ સુડોળ તો કોઇ તાકતવર છે. પરંતુ આજે હું તમને એવી યુવતી વિશે જણાવીશ જેના પગ સૌથી લાંબા છે. ૨૧ વર્ષની અનાસતાસિયા રેશેતોવા પોતાની સુંદરતાને લઇ પ્રખ્યાત બની છે. પ્રોફેશ્નલ મોડલ રેશેતોવા સોશિયલ મિડિયા પર એક્ટિવ રહે છે. લોકો તેના ફોટા જોઇને સૌ કોઇને વિચાર આવે છે કે કોઇ વ્યક્તિના આટલા સુંદર અને લાંબા પગ કઇ રીતે હોય શકે, જો કે રેશોતોવાને બાળપણમાં તેના લાંબા પગ કઇ રીતે હોય શકે, જો કે રેશોતોવાને બાળપણમાં તેના લાંબા પગને કારણ ઘણી વખત હાસ્યનો વિષય બનવો પડ્યો હતો.

તેને બાળપણમાં કોઇ ઝીરાફ કે કોઇ ઘોડી કહીને બોલાવતા, જો કે આ પ્રકારની મજાક બન્યા બાદ પણ તેનો આત્મવિશ્ર્વાસ ડગ્યો નહીં અને તેણે પોતાના લાંબા પગને જ પોતાની સુંદરતા અને ઓળખાણ બનાવી લીધી. દેશ દુનિયામાં તેના પગના કરોડો ચાહકો છે, કહેવાય છે કે સૌથી મોટી નબળાઇને તાકત બનાવી જુઓ તો તમને કોઇ હરાવી શકશે નહીં. એક રેપર તો મોડલના પગની સુંદરતા જોઇને ઘાયલ થઇ ગયો ત્યારે તેણે તેની સાથે સેલ્ફી લઇ સોશિયલ મિડિયાના મારફતે તેની બોલબાલા વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.