Abtak Media Google News

એમટીવીનો મોડેલિંગ શો ઇન્ડિયા’ સ નેકસ્ટ ટોપ મોડેલ જે ખુબ જ ચર્ચિત છે તેના ગત વર્ષે લિઝા હેડન જજ રહી હતી તો આ વખતે હોટ એન્ડ સિઝબિંગ મલાઇકા અરોરા ખાન દેખાશે. તેની પસંદગી જજ તરીકે કરવામાં આવી છે મલાઇકા કહે છે કે હું અનેક માપદંડોને આધારીત સ્પર્ધકો સાથે પુરો ન્યાય કરીશ આ ટીવી શોની ત્રીજી સિઝન છે. મલાઇકા કહે છે આ શોમાં ભારત દેશની અનેક ટોપ મોડેલ સામેલ થવાની છે. આ તમામ છોકરીઓને અલગ-અલગ માપદંડથી નિહાળીને નિર્ણય કરીશ. અમે આ શો દ્વારા ખૂબ સુરત ચહેરો નહી પરંતુ માનવીય અભિગમનો સાર શોધવાનો પ્રયાસ કરવાના છે ફેશન મારા દિલમાં છે. આ શો માં સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની પણ જજની પેનલમાં સામેલ છે. આ ૪૩ વર્ષની મલાઇકા આજે પણ કોઇપણ પાર્ટીમાં જાય પોતાનાં બોલ્ડ અંદાજનાં સૌને દિવાના બનાવી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.