Abtak Media Google News

બીગ બોસ સીઝન ૮ ની સ્પર્ધક રહેલી ટીવી અભિનેત્રી સોનાલી રાઉત ઇન્સ્ટાગ્રામ પર પોતાની અવારનવાર ફોટોસ પોસ્ટ કરતી રહે છે. સોનાલી હિમેશ રેશમિયાની ૨૦૧૪ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ એક્સપોઝ’ ઝારાના પાત્રની ભૂમિકા નિભાવી હતી. ‘ધ એક્સપોઝ’ ના સિવાય છેલ્લા વર્ષ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી ૨’ માં પણ કામ કરી ચુકી છે. સોનાલીએ પ્રખ્યાત કોમેડી શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ માં ૨૦૧૪માં જોવા મળી ચુકી છે.

મોડલ, અભિનેત્રી અને ‘બીગ બોસ’ સ્પર્ધક સોનાલી રાઉતનો જન્મ દિલ્હીમાં થયો હતો. સોનાલી રાઉત ભારતની પ્રથમ સુપરમોડલના નામથી ઓળખાતી ઉજ્જ્વલા રાઉતની નાની બહેન છે. વર્ષ ૨૦૧૦ માં સોનાલી રાઉત તે સમયે ચર્ચામાં આવી, જયારે તેમણે કિંગફિશરના વર્ષના કેલેન્ડર માટે સ્વિમશૂટમાં પોઝ આપ્યો હતો. તેના સિવાય, વર્ષ ૨૦૧૪ માં રણવીર સિંહ સાથે તે ‘મૈક્સિમ’ મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.