Abtak Media Google News

વિશ્વના દેશોમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને અનેક ઉચ્ચ સ્તરના નેતાઓ માટે અમુક પ્રકારના પ્રોટોકૉલ રાખવામા આવતા હોય છે. તેમને કેટલાય પ્રકારની સિક્યોરિટી આપવામા આવતી હોય છે. જો કે આજે આપણે એક એવા દેશ વિશે વાત કરવાના છીએ, જ્યાં રાષ્ટ્રપતિ રસ્તા પર એકલા જ ફરે છે. તેમના સાથે કોઈપણ પ્રકારની સિક્યોરિટી હોતી નથી.

Advertisement

જો કે આ દેશમાં આવું એટલા માટે બની રહ્યું છે, કારણ કે આ દેશની વસ્તી માત્ર 33 જ છે. આ દેશનું નામ મોલોસિયા છે, જે અમેરિકાના નેવાદામાં સ્થિત છે. સૌથી મોટી વાત તો એ છે કે આ દેશ સ્વઘોષિત છે. વર્ષ 1977માં અહીંયા રહેતા કેવિન બોઘ અને તેમના મિત્રને એક નવો દેશ બનાવવાનો વિચાર આવ્યો હતો, જેના બાદ તેમણે આ દેશની રચના કરી હતી.

આ દેશ બન્યો ત્યારથી જ કેવિન બોઘ અહીંના રાષ્ટ્રપતિ છે. તેમણે પોતાને દેશના તાનાશાહ ઘોષિત કર્યા છે. જો કે આ દેશને વિશ્વની કોઈપણ સરકારની માન્યતા મળી નથી. આ દેશના રહેવાસી કેવિનના સંબંધીઓ જ છે. જો કે આ દેશમાં અન્ય દેશોની જેમ જ દુકાનો, લાઈબ્રેરી, સ્મશાન ઉપરાંતની ઘણી સુવિધાઓ છે.

આ દેશમાં પોતાના કાયદા, ટ્રેડિશન અને કરન્સી પણ છે. જો કે આ દેશમાં લોકો પ્રવાસન માટે પણ આવતા હોય છે. અહીંયા આવવા માટે ટૂરિસ્ટોએ પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો પડે છે. ટૂરિસ્ટોએ આ દેશ ફરવા માટે માત્ર 2 કલાકનો સમય ફાળવવો પડે છે. એટલું જ નહીં ટ્રિપમા આવતા લોકોને કેવિન પોતે જ બધું બતાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.