Abtak Media Google News

મધ્યપ્રદેશના સતના જિલ્લાના મેહર શારદા માતાનું એક  પ્રસિધ્ધ મંદિર છે. એ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ આ મંદિરના વિવિધ આયામ પણ છે. તેમજ સતના જિલ્લાના મેહર તાલુકાની પાસે ત્રિકુટ પર્વત પર આવેલુ આ મંદિર મેહર દેવીનું મંદિર કહેવાય છે.મેહરનો અર્થ છે માનો હાર…….

એવુ માનવામાં આવે છે કે મંદિર ડેટ શક્તિ પીઠોમાંથી એક છે. અહીં દેવી સતીનો હાર પડ્યો હતો.

આ ઉપરાંત ઘણી આશ્ર્ચર્યજનક વાતો આ મંદિર વિશે આજે તમને અહીં જણાવીશ.

૧- ૧૦૬૩ પગથિયા

– આ મંદિરમાં ૧૦૬૩ પગથિયા છે અહીં દર વર્ષ લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં સપ્ટેમ્બર ૨૦૦૯થી રોપ-વેની સુવિધા શ‚ કરવામાં આવી છે.

૨- આલ્હા અને ઉદલ :

સ્થાનિક પરં૫રા મુજબ અહીં લોકો બે મહાન યોધ્ધાઓ આલ્હા અને ઉદલના પણ દર્શન કરે છે. આ બંને યોધ્ધાઓને પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ યુધ્ધ કર્યુ હતું. બંને ભાઇઓ શારદાદેવીના મોટા ભક્ત હતા. કહેવાય છે કે આલ્હાને ૧૨ વર્ષ માટે શારદાદેવીના આર્શિવાદથી અમરત્વ મળેલું હતું.

જ્યારે પણ તમે મંદિર પરિસરમાં દાખલ થાઓ છો ત્યારે મંદિરની નીચે તમને ‘આલ્હા તળાવ’ નામનું તળાવ અને તેની પાછળ પહાડ જોવા મળે છે.

આ દ્રશ્ય ઘણુ જ સુંદર છે.

૩- મંદિર માત્ર રાત્રે ૨ થી સવારે ૫ સુધી બંધ રહે છે.

– મહેર માતાનું મંદિર માત્ર રાત્રે ૨થી સવારે ૫ કલાક સુધી બંધ રહે છે તેની પાછળ એક મોટુ રહસ્ય છૂપાયેલુ છે.

૪- શું છે રહસ્ય….

– એવુ માનવામાં આવે છે  કે આલ્હા અને ઉદલ આટલા વર્ષો પછી પણ માતાની પાસે આવે છે આ બંને રાત્રે ૨થી સવારે ૫ની વચ્ચે આવીને રોજ સૌથી પહેલા માતાના દર્શન કરે છે.

૫- શું માત્ર દર્શન કરે છે?

– ના આલ્હા અને ઉદલ માત્ર દર્શન નથી કરતા પણ માતાનો શૃંગાર પણ કરે છે. આમ સૌથી પહેલા દર્શન અને શ્રૃંગારની તક પણ માતા રાણી તેમને જ આપે છે.

– જો કે આજના યુગમાં ઘણી વખત ધર્મ સામે વિજ્ઞાન સવાલ ઉઠાવે છે પછી તે શારદામાનુ મંદિર હોય કે પછી મથુરાનું નિધિ વન.

– પણ ધર્મની આગળ વિજ્ઞાન ઘૂંટણીયે પડી જાય છે.

રાત્રે ૨ થી સવારે ૫ દરમિયાન કોઇ મંદિરમાં રોકાતુ નથી, નહી તો તેનુ મોત થઇ જાય છે.

જો કે તેની પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી કોઇ જાણી શક્યુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.