Abtak Media Google News

ગુજરાતના ઇતિહાસમાં એકસાથે હજારો વૃક્ષોનું વાવેતર થશે: ગ્રીન ચોટીલા મિશન અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષોના વાવેતર કરી આ પંથકને હરીયાળો બનાવવામાં આવશે

ચોટીલા તથા આ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ પ્રસંગે તા.૨ ઓગસ્ટે  ગ્રીન ચોટીલા મિશન અંતર્ગત ગુજરાતના ઇતિહાસ માં પ્રથમ વખત  ૬૪ હજજાર વૃક્ષોનું વાવેતર કરી મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી અનોખી રીત થી કરવામાં આવશે.

Advertisement

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના તા.૨ ઓગસ્ટે ૬૪ મા જન્મદિવસ પ્રસંગે ટીમ ચોટીલા દ્વારા ચોટીલાના પ્રસિધ્ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર ૬૦૦ ઉપરાંત બન્ને બાજુના પગથીયાઓની બાજુમાં તથા નગરપાલિકાના વોર્ડ વિસ્તારો, શાળાઓ, મેદાનો સહિત આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં ૬૪ હજજાર વૃક્ષોનું વાવેતર કરવાનો કાર્યક્રમ તા.૨ ઓગસ્ટે યોજાયો છે.

ગ્રીન ચોટીલા મિશન અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર એકસાથે ૬૪ હજજાર વિવિધ વૃક્ષોનું વાવેતર કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ પ્રસંગની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે જેના કારણે ચોટીલા તથા આ પંથક ની વિવિધ શાળાઓ, વન વિભાગ, વિવિધ સંસ્થાઓ તથા નાગરિકો ટીમ ચોટીલા બનીને આ કાર્યમાં ઉત્સાહ દર્શાવી રહ્યાં છે જેના કારણે પ્રજાજનોમાં પણ અભુતપુર્વ ઉત્સાહ જોવાં મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.