Abtak Media Google News

રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલ હૂડકો ચોકડી નજીક પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર સંકેત રાજેશભાઈ રાવલ પર ગત કાલે ત્રણ શખ્સોએ ગાડી પાર્ક કરવા મુદ્દે હુમલો કર્યો હતો જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં જયદીપ ઉર્ફે જય પરેશભાઈ કુબાવત(ઉ. વ.24),અંકિત અરવિંદભાઈ મૈયડ (ઉ. વ.22)અને રાઘવ પંકજભાઈ લશ્કરી(ઉ. વ.22) ની કરી છે

વિગતો અનુસાર કોઠારિયા રોડ પર ગઇકાલે સંકેત રાવળ પોતાનું બાઈક પર કર્યો હતો ત્યારે જયદીપ ઉર્ફે છે તેની સાથે ઝઘડો કરી અને મારી પત્નીની કેમ છેડતી કરશ એવું કહી તેના પર છરી વડે હુમલો કરતાં સંકેતને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ભક્તિનગર પોલીસે ત્રણેય આરોપી વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.