Abtak Media Google News
  • વડતાલ પીઠાધિપતિ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના નાનાલાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા : દેવ દર્શન, યજ્ઞદર્શન, અન્નકુટ દર્શન: 16મીએ રામકથા વિરામ લેશે

 

ભુપગઢ ગામમાં નવનિર્મિત શ્રીરામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રીરામકથા દરમિયાન તા.10 થી 12 એમ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું મહાઆયોજન કરાયું છે. આ મંગલ કાર્ય દરમિયાન નાના લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામકથા દરમિયાન દેવ દર્શન, યજ્ઞ દર્શન, અન્નકુટ દર્શન સહિતનાં કાર્યક્રમો યોજાશે.

આ સાથે સંતો-મહંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. 16 મે સુધી યોજાનારા ધર્મોત્સવમાં લોકડાયરો, રાસગરબી, સમુહ રાસ સહિતનાં કાર્યક્રમો યોજાશે.આ સમગ્ર આયોજન દરમિયાન રાજકોટનાં રાજવી ઠાકોર માંધાતાસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે તેમજ ડો.રાજસિંહ શેખાવત-ક્ષત્રિય કરણી સેના પરિવારનાં અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિમાં તા.16 મે એ રામકથાનું સમાપન થશે.

રામકથાના મુખ્ય વકતા તરીકે મહાવીરદાસબાપુ અગ્રાવત પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ સમગ્ર ધર્મોત્સવમાં સમસ્ત સત્સંગ સમાજે જહેમત ઉઠાવી છે. વધુ માહિતી માટે રણજીતભાઈ મો.97271 03535, અશોકભાઈ 98251 57560, રાજેન્દ્રસિંહ 75729 29992, જીણાભાઈ મો.96873 22697, મહીપતભાઈ 85304 63049, જીતુભાઈ 98799 50090 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

કથાના મંગલ કાર્યક્રમની રૂપરેખા

કથા મંગલાચરણ તા.8/5/2023ને સોમવારે સાંજે 4 કલાકે, પોથી યાત્રા તા.8/5/2023ને સોમવારે બપોરે 3 કલાકે શ્રી રામજી મંદિરેથી નીકળી કથા સ્થળે જશે. શિવ વિવાહ તા.9/5/2023ને મંગળવારે સવારે 10 કલાકે, યજ્ઞ પ્રારંભ તા.10/5/2023ને બુધવારે સવારે 8 કલાકે, અયોઘ્યાથી જયોત આગમન તા.10/5/2023ને બુધવારે સવારે 8 કલાકે, શ્રી રામ જન્મોત્સવ તા.10/5/2023ને બુધવારે સાંજે 5 કલાકે, ઠાકોરજીની નગર યાત્રા તા.11/5/2023ને ગુરુવારે સાંજે 4 કલાકે, યજ્ઞ પૂર્ણાહુતી-બિડુ હોમવાનું તા.12/5/2023ને શુક્રવાર બપોરે 12:15 કલાકે, શ્રી રામસીતા વિવાહ (સીતા સ્વયંવર) તા.12/5/2023ને શુક્રવાર સાંજે 5 કલાકે, શ્રીરામ વનગમન તા.13/5/2023 શનિવાર સવારે 9 કલાકે, હનુમાનજીનો કથામાં પ્રવેશ તા.14/5/2023ને રવિવારે બપોરે 11 કલાકે, શ્રી રામેશ્ર્વર સ્થાપના શ્રીરામ રાજયાભિષેક તા.16/5/2023ને મંગળવારે બપોરે 11 કલાકે, કથા પૂર્ણાહુતી તા.16/5/2023ને મંગળવારે બપોરે 12 કલાકે ભોજન પ્રસાદ બપોરે 12 કલાકે, સાંજે 7 કલાકે, બહારગામથી પધારેલ મહેમાન હરિભકતો માટે પ્રસાદ તથા ઉતારાની વ્યવસ્થા રાખી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.