Abtak Media Google News

રાજકોટ: મૂળ ગોંડલના અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ સરદાર પાર્ક ખાતે સ્થાયી થયેલા નૈમિષ વિમલભાઈ ડોબરીયા તેના મિત્ર પાર્થ કાનાણી અને ઇસાન ટીલાળાએ ગ્રેજ્યુએશન પુરુ કર્યા બાદ ઓનલાઈનના માધ્યમથી રૂપિયા કમાવવાનો વિચાર કર્યો હતો જે માટે ઉપરોક્ત ત્રણ યુવાનોએ સુપર લાઈક એપ્લિકેશનની vip મેમ્બરશીપ માટે કૃપયા 3,60,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુવાનોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે facebook, instagram જેવા સોશિયલ મીડિયા સાઇટ ઉપર 1 like બદલ રૂપિયા 30 તમને મળતા થઈ જશે એક દિવસના ઓછામાં ઓછા રૂપિયા 1500થી લઈ 3000 રૂપિયાની કમાણી કરી શકશો.

જો તમને કમાણી ન થાય તો નેક્સ્ટ ડે તમને તમારા રૂપિયા પર જ કરી આપવામાં આવશે. પરંતુ એક વખત યુવાનો દ્વારા રૂપિયા 3,60,000 બેંક ટ્રાન્સફર કરી દેવાયા બાદ કોઈપણ જાતની આવક ન થતા યુવાનોએ તપાસ કરતા ગલ્લા તલ્લા મુજબના જવાબ મળવા લાગ્યા હતા. યુવાનોને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં વાલીવારસોને જાણકારી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

આ તકે યુવાનોના વાલીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાત ના ઘણા યુવાનો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે જે નો આંકડો કરોડને પાર થઈ શકે તેવો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.