Abtak Media Google News

જેતપુર તાલુકા પોલીસે ખીરસરા ગામે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ત્રણ પતાપ્રેમીઓ ઝડપાયા હતા

જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અંતરીપ સૂદ સાહેબે તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના  માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં

તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે  ખીરસરા બસ સ્ટેન્ડ  પાસે  કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમે છે તેવી હકીકત મળતા સદરી હકીકત વાળી જગ્યા એ રેડ કરતા જુગાર રમતા આરોપી  (૧)  બીસુભાઇ એભલભાઇ કરપડા તથા (૨) હરસુખભાઇ જગુભાઇકરપડા તથા (૩)   હિતેશભાઇ ચનાભાઇ  રહે. ત્રણે ખીરસરા ગામ તા.જેતપુરવાળાઓને જુગાર ના સાહિત્ય સાથે રોકડા રૂ.૩૦,૯૨૦/- તથા મોબાઇલ ફોન નગ-૩ કિ.રૂ.૩,૦૦૦/- સાથે કુલ મુદામાલ રૂ.૩૩,૯૨૦/-  સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.