Abtak Media Google News

વાંકાનેરના પરિવારને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ચોટીલા હાઇવે પર વાહનો સાથે વાહનો અથડાઈને અકસ્માતો ની સંખ્યા માં વધારો થવા પામ્યો છે ત્યારે ચોટીલા શહેરમાં ગાડી સાથે ટ્રેલર એ ટક્કર મારતા અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં આ અકસ્માત માં એક જ પરિવારના ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા ઇજાગ્રસ્ત લોકો ને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેવામાં આવ્યા હતા.     વધુ વિગત મળતી માહિતી મુજબ વાંકાનેર નો પરિવાર કાર માં સવાર થઈ ને ચોટીલા પહોંચતા કાર સાથે ધમાકેદાર ટ્રેલર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં આ અકસ્માત મા વાંકાનેર એક જ પરિવારના ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આ ઘટના ને પગલે ઘટનાસ્થળ પર ચોટીલા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.વધુમાં જાણવા મળ્યું હતુ કે  વાંકાનેરનાં જલસીમક ગામે  રહેતા દેધભાઈ રાધનભાઈ લોખીલ તેની પત્ની રતનબેન અને તેના પુત્રી હેતલબેન સાથે ચોટીલા તરફ જતા હતા ત્યારે અકસ્માત થતા ગંભીર ઈજા પહોચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.