Abtak Media Google News

બિયર, ત્રણ વાહન મળી રૂ.૩.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે

મહુવાના નાના જાદરા ગામની આગળ ક્રીષ્ના હોટલ પાસે રોડ પર ઈગ્લીશ દારૂની હેરફેર કરતા ચાર ઈસમોને બીયર નંગ ૧૦૮ કિ.રૂ.૧૦૮૦૦/- તથા બે ફોર વ્હિલ તથા એક મો.સા સહિત કુલ કિરૂ.૩,૫૫,૮૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડતી મહુવા સર્વેલન્સ ટીમ.

વધુ વિગત મુજબ મહુવાના નાના જાદરા ગામ નજીકથી (૧) હનુભાઈ મામીયાભાઈ કામળીયા, (૨)રૂષિક ઉર્ફે કેદાર જીતુભાઈ સાંખટ,  (૩) લાલજી ઉર્ફે કાઠી રઘાભાઈ બારૈયા, (૪) રવિ ઉર્ફે ભોલો જગદીશભાઈ દેવમોરારી બીયર નંગ-૧૦૮ તથા બે ફોર વ્હિલ તથા એક મો.સા મળી કુલ રૂ.૩,૫૫,૮૦૦/-ના પ્રોહિ મુદ્દામાલ સાથે પકડી પાડતી મહુવા સર્વેલંન્સ સ્કોડ. આ સમગ્ર કામગીરીમાં મહુવા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ.બી. નકુમ, પો.સ.ઈ. એસ.આઈ. સુમરા, હેડ કોન્સ. ઓ.આઈ. ઝાલા, ડી.આર.ગોહિલ, બી.કે. બાલધિયા તથા પો.કોન્સ. બનેસંગભાઈ મોરી, અબ્દુલભાઈ સોલંકી, અશોકભાઈ પંડ્યા, દીલીપભાઈ વકાણી વિગેરે ડી-સ્ટાફના માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.