ખેડૂત નેતા જયેશ રાદડિયાના પ્રયત્નો થકી લુણાગરા ગામે પાક નુકસાનના વળતર પેટે ખેડૂતના ખાતામાં ર લાખની રકમ જમા

કેબિનેટ મંત્રી રાદડિયાની તત્પરતાને બિરદાવતા ખેડૂત પૂત્રો

લુણાગરા ગામના ગામના ખેડુત ખાતેદાર ગંગાસતી બીનાબેન ભાલાણી, પતિ મુકેશભાઇ ભાલાણીના દશ વર્ષ પહેલા આકસ્મિક મૃત્યુ બાદ તનતોડ મહેનત કરી ખેતીકામ મારફત જીવનનિર્વાહ કરી બે પુત્રોનું ભરણપોષણ કરતા હતા. તેમણે ગત વષર્.ે 10 વિઘા જમીનમાં ઘઉનું વાવેતર કરેલ હતું. એવી જ રીતે દિનેશભાઇ ભાલાણી નામના શેઢા પાડોશીએ પણ ઘંઉનું વાવેતર કરેલુહતું. આ બન્ને પરિવારો નાનકડી ખેતી ઉપર જ પોતાનો ગુજારો કરતા હતા.

નસીબને કરવું તો બન્યું એવું કે ઉભા પાકના વાવેતરમા લણણીના સમયે ખેતરમાંથી પસાર થતા વીજલાઇનમાં ફોલ્ટ સર્જાતા સ્પાર્કના કારણે બન્ને ખેડુત ખાતેદારો 10-10 વિઘાનો ઉભો પાક બળીને સઁપૂર્ણ ખાખ થઇ ગયોે. કૌટુઁબિક જવાબદારીઓને નિભાવવાના આર્થિક ભારણને પહોચવાના એકમાત્ર આવક સમાન ઘંઉના પાકનો સઁપૂર્ણ નાશ થતાં જાણે આભ પડયાનો અહેસાસ થતા મદદ અર્થે વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને નાગરીક પુરવઠા મંત્રી અને ખેડુત નેતા એવા જયેશ રાદડીયાએ જાણ કરેલ, રાજયના યુવા મંત્રી અને વિસ્તારના ધારાસભ્યએ તરત જ પરિસ્થિતિ પામી જઇ વીજ કંપની તથા વિમા કંપનીના અધિકારીઓને સુચના આપી તાત્કાલીક જવાબદારી નકકી કરવા અને પાકના નુકશાનના નાણા ખેડુતને ચુકવવા જરુરી કાર્યવાહી કરવા જણાવેલ.

લુણાગરા ગામના ખાતેદાર દિનેશભાઇ તથા બીનાબેન ભાલાણીને જયેશ રાદડીયાના પ્રયત્નો થકી આજે બે લાખ જેવી માતબર રકમ નુકશાનીના વળતર માટે પેટે ઓરીએન્ટલ વિમા કંપની દ્વારા ખાતેદારના ખાતામાં ચુકવવામાં આવેલ.

સાચા અર્થે જયેશ રાદડીયાએ પિતાના પગલે ચાલી ખેડુત નેતા તરીકે પોતાની છબી મુજબ કામ કરી બતાવતા, ગ્રામજનો અને વિસ્તારના ખેડુતોમાં હર્ષની લાગણી પ્રસરી ગયેલ છે. જયેશ રાદડીયાની આ નમુનારૂપ કામગીરીને લીધે વિસ્તારના ખેડુતો ખુબ જ ખુશી અનુભવી રહ્યા છે.