Abtak Media Google News

મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ…

એથી મીઠી હતી મોરી માત જો

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…

અમી ભરેલી એની આંખડી રે લોલ…

વ્હાલના ભરેલ એના વેણ રે… જનનીની…

કવિ બોટાદકરની જગપ્રસિધ્ધ આ રચના આજે માનસપટ્ટે છવાઈ.

ખરેખર-દુષ્પ્રતિકારૌ માતા-પિતરૌ અર્થાત્ માતાપિતાનાં ઉપકારનો બદલો વાળવો દુષ્કર જ નહિ પણ અશકય છે. માતા એ જન્મ આપી આ દુનિયા બતાવી, પિતાએ લાડકોડથી ઉછેર કર્યો, સંસ્કારનું સિંચન કર્યું ને પા…પા… પગલી ભરતા અહીં સુધી પહોંચાડયા.

Advertisement

દેહમાંથી દેહ, જીવમાંથી જીવ અને અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપ્યો. માત્ર જન્મદાત્રી જ નહિ, પણ જીવનદાત્રી ને સંસ્કારદાત્રી હતા (૧) કરૂણામૂતિ (૨) સમતામૂર્તિ (૩) સહન શીલતાનીમૂર્તિ હતા શ્રી જશવંતી બા !

માદરેવતન ખોરાણા પૂણ્યશાળી પિતાશ્રી દૂર્લભજીભાઈ તથા મમતાળુ માતુશ્રી દેવકુંવરબેન-વખારીયા પરિવારમાં આ પૂણ્યશાળી આત્માએ જન્મ ધારણ કર્યો. હસતુ ખીલતું પ્રભાવશાળી મુખડું જોઈ બાલિકાનું નામ રાખ્યું જશવંતી ! યથા નામ તથા ગુણા… જાણે જશવંતી નામ પ્રમાણે જશ….જશ….ને જશ જ… યશનામ કર્મનો ઉદય… પનોતી પુત્રીના પગલે લક્ષ્મીનું પણ આગમન થયું. પાંચ ભાઈઓ અને પાંચ બહેનોમાં સૌથી મોટા માતા પિતાનું પ્રથમ સંતાન હતું તેથી ખૂબ જ લાડ કોડથી ઉછેર થયો. એ સમયે પણ માતા જયારે સ્નાન કરાવે ત્યારે પાણીમાં અતર નાંખતા… નિત નવા દાગીના પહેરાવે, વાંકાનેર મોસાળમાં ૭ ધોરણનો અભ્યાસ કર્યો. યુવાનીના ઉંબરે પહોંચતા પડધરી શ્રી શાંતિભાઈ ઓધવજી મહેતાની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સાસરે પણ બહોળો પરિવાર પણ પાણીમાં સાકરની જેમ સહુ સાથે મીઠાશપૂર્વક ભળી ગયા.

સમજણ-સહનશીલતાને જતું કરવું તેમનો જન્મસિધ્ધ મંત્ર હતો અને ગમે તેવા કપરા સંયોગોમાં પણ હસતુ રહેવું, ખમી ખાવું તેમના જીવનનો ટ્રેડમાર્ક હતો.

‘શાંતિ સમતા ને પવિત્ર પરમાણુંનો હતો પુંજ

નયનમાંથી વહેતી અમીધાર વાત્સલ્યનો હતો કુંજ.’

જાણે સમત્વયોગના ધારક. નાના મોટા દરેકનું જતું કરવું ને સમજણનો દીપક જીવનઘરમાં અખંડ જલતો હતો, તે દીપકનો પ્રકાશ માત્ર મહેતા કે વખારીયા જ પરિવારમાં નહિ પરંતુ જે તેના સહવાસમાં આવતા તે દરેકના જીવનમાં ઉજાસ ફેલાવતો હતો.

કહેવાય છે ને કે મા તે પરમાત્માનું બીજુ સ્વરૂ પ છે. “મા તેરી મૂરત સે અલગ ભગવાન કી સૂરત કયા હોતી? વાત્સલ્ય વીરડી, પ્રેમની પરબડી, સ્નેહની સરવાણીનું મૂલ્ય જગતમાં કોઈની સાથે થઈ શકે તેમ નથી.

  • એક શાયરે સરસ કહ્યું છે

“કોઈ ત્રાજવે તોલુ તો તોલાય ના, કોઈ ટાંકણે ઘાટ ઘડાય ના,

બ્રહ્માંડ આખાના મૂલ્ય થાય, માતાના મૂલ્ય કલમથી કંડારાય ના”

મમતા અને સમતારૂ પી બે કિનારા વચ્ચે જેઓશ્રીની જીવન સરિતા ખળખળ વહેતી હતી તેવી સમતામૂર્તિએ તા.૨૪ એપ્રિલ-સં.૨૦૧૯ના રાત્રે ૮.૦૦ કલાકે પરિવારના દરેક વ્યકિતઓની હાજરીમાં નવકાર મંત્રનું સ્મરણ ને ચાર શરણાના ઘોષનાદ સાથે દેરાણી ભાવનાબેન તેમજ ત્રણે પુત્રો-પુત્રવધુઓ-પુત્રીઓ અને પૌત્ર-પૌત્રી-દિયર ભૂપતભાઈ વ…ની હાજરીમાં લીલીછમ વાડી મૂકી. હર્યા ભર્યા પરિવારને રડતા મૂકી આ ફાની દૂનિયાને અલવિદા આપી અમરપંથે પ્રયાણ કર્યું કેવો પૂણ્યશાળી એ આત્મા કે અંતે પૂ. મહાસતીજીને તેના પાવન હસ્તે સુપાત્રદાન પણ આપી ધન્ય બની ગયા. દિવ્ય આત્મા જયાં બિરાજમાન હોય ત્યાંથી ફરી મનુષ્ય જન્મ પામી શેષ રહેલ કર્મોને ક્ષય કરી પરમાત્માપદ પામે.

“નિર્મલ નિર્દોષ જીવન સદા સુવાસિત ચંદન,

સમતામૂર્તિ માતાને ‘અબતક પરિવાર’ના વંદન

આદર્શ ગુણોથી મહેંકાવ્યું જેણે જીવન,

પ્રથમ પૂણ્યતિથિએ ધરીએ શ્રધ્ધાંજલી સુમન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.