Abtak Media Google News

કથિતરીતે સમાચારરૂપી ’અર્ધસત્ય’ ટ્વિટ કરવાના ગુન્હામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત પર રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 30 ઓક્ટોબરે એક સસ્પેન્શન બ્રિજ ધરાશાયી થયા બાદ 135 લોકોના મોત થયા હતા. અગાઉ વડાપ્રધાનની મોરબી મુલાકાત બદલ રૂ. 5.30 કરોડના તાયફા બદલ સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેનો જામીન ઉપર છુટકારો મળ્યો છે.

મોરબી પોલીસે ગોખલે પર લોકપ્રતિનિધિત્વ એકટ1951ની કલમ 125 હેઠળ ગુનો દાખલ કર્યા પછી હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણી પર પ્રતિકૂળ અસર કરવા માટે વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીએ તેમના વિરુદ્ધ લોકપ્રતિનિધિત્વ એકટ ની 1951 અને 125 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને પોલીસે તાત્કાલિક ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી કાનૂની કાર્યવાહી બાદ ગઈ કાલે મોરબી કોર્ટમાં રજૂ કરાયા હતા.

નામદાર મોરબી કોર્ટમાં સાકેત ગોખલેના વકીલે જામીન માટે કરેલી દલીલમાં જણાવ્યું હતું કે જે એકટ મુજબ ફરીયાદ નોધાઈ છે તેમા આરોપીને કઈ લાગતું વળગતું નથી આરોપી અહીં ચૂંટણી લડતા નથી કે તેઓ કોઈના એજન્ટ નથી, ઉપરાંત આરોપી હાર્ટના પેશન્ટ હોય જામીન મુક્ત કરવા માંગ કરી હતી જે બાદ સરકારી વકીલે આરોપી બહારના રાજ્યના હોય જામીન નહિ આપવા દલીલ કરતા બન્ને પક્ષની દલીલ બાદ નામદાર મોરબી કોર્ટે સાકેત ગોખલે ને રૂ.15 હજારના જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.