Abtak Media Google News

આપણે ત્યાં સદીઓથી ચાલી આવતી ધાર્મિક પ્રણાલિકાઓ અનુસાર રથયાત્રા યોજવી કે નહિ, સદગુરૂ આશ્રમ જેવા માનવ સેવાના પરમ ધામમાં ગૂરૂપૂર્ણીમા ઉજવવા દેવી કે નહિ અને હરિ મંદિરોમાં પ્રણાલિકા મૂજબ પૂજા-આરતી અને ઉત્સવભીન દીવાનાં અજવાળાં કરવા દેવા કે નહી તે નકકી કરવાની હકૂમત શું સત્તાધીશોની કલમોને આધીન એ સવાલ કળિયુગી બની રહે છે આવા પરંપરાગત અવસરોની તૈયારીઓમાં કેટલાક સમય અનિવાર્ય બને છે… આવી બેહુદી રોકટોકની સામે ધર્મપરાયણ પ્રજા વિરોધ ઉઠાવે, શ્રાપ આપે અને દેશના તથા સમાજના ભાવિ માટે અમંગળ એંધાણ કે અશુભ બની શકે છે ! ધર્માલયો સાવધાન ! રેડ એલર્ટ !

ઈશ્વરના કાયદાઓનાં બેફામ ઉલ્લંઘનનું પરિણામ જ ‘કોરોના’નો કોપ હોવાની સંભાવનાને છતી ઠોકીને કોઈ નકારી શકે તેમ નથી !

પત્રકારત્વની તેજસ્વિતા મહત્વનો મુદો નિરંકુશ શાસન ધાર્મિક-પરંપરાઓમાં ચંચૂપાત દેશના અને સમાજના હિતમાં નહિ હોવાનો

પડઘો !

હમણા હમણા આપણા સમાજ, આપણી ધાર્મિક પ્રણાલિકાઓ, આપણી મંદિર સંસ્કૃતિ તેમજ રાષ્ટ્રીય ચારિત્ર્યપર કદરૂપી તરાપની ઘટનાઓ આપણે ત્યાં બની રહી છે.

આપણી ચોથી જાગીર (પત્રકારિત્વ) ભાગ્યે જ ખામોશ રહી શકે એવી નવાજૂનીઓ સર્જાતી રહી છે.

રથયાત્રાઓ, મંદિર સંસ્કૃતિની પરંપરા અને ‘ગૂરૂપૂર્ણિમા’ની પ્રણાલિકાગત ઉજવણીમાં સમગ્ર રાષ્ટ્રને અપશુકન થાય એવા ઘોંચપરોણાઓ, સત્તાધીશો-વહિવટકર્તાઓ માટે જાણે છાસવારની બાબતો બની ચૂકી છે. કદાચ સાંપ્રત રાજનીતિ અને પત્રકારિતા વચ્ચે મેળ ન બેસે એવો ઘાટ ઘડાવાની ગંધ આવી રહી છે. એવું લાગે છે કે, આપણો સમાજ અને માણસાઈની વ્યાખ્યાનાં બદલતા કલેવર વિષે પત્રકારિતાએ સમાજના તથા માનવીના હકકો વિષે ખામોશી ખંખેરવી પડશે !

આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી સભ્યતા, આપણો ભારતીય રીતભાતનો ઢાંચો, આપણા ગ્રામ્ય તેમજ શહેરી રહેણીકરણીની ખામીઓ-ખૂબીઓ વગેર બધાંથી આપણી પત્રકારિતા વંચિત નથી. આપણા રામાયણ, મહાભારત અને ભાગવત જેટલી જ પત્રકારિતા આપણી જીવન પ્રણાલીના ચક્રાવાનો એક મહત્વનો હિસ્સો છે. એને ટટ્ટાર તેમજ તેજસ્વી રાખવાનો ધર્મ પત્રકારિતાએ પણ બજાવવાનો છે.

આ વિશ્ર્લેષણને આપણે સમયોચિત કહેવું પડે તેમ છે. આપણો સમાજ અને આપણો દેશ એવા રવાડ ચઢયા છે કે, એને ઠમઠોર્યા વિના છૂટકો નથી, અને પત્રકારો સિવાય એ કોઈને ગાંઠે તેમ નથી.

જગન્નાથપુરીની રથયાત્રા ધાર્મિક પ્રજાના અને તિવ્ર પ્રક્રિયાનો જ પડઘો છે.

મંદિરો અવાજ ઉઠાવે, ગૂરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી બાબતમાં હજારો સદગૂરૂપ્રિય નરનારાયણીઓ સાર્વત્રિક નાદ જગાવે એમાં જ સૈકાઓ જૂની હિન્દુ સંસ્કૃતિ ટકી શકશે અને શાસકોની વહિવટી નિરંકુશતા હચમચશે, એમ કહ્યા વગર છૂટકો નથી… ધર્મનો અને સંસ્કૃતિક પરંપરાનો જયજયકાર થવો જ ઘટે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.