Abtak Media Google News

ચોમાસુ સત્રમાં નવા કાયદા માટેનો ખરડો રજૂ થાય તેવી સંભાવના ઉદ્યોગોના પ્રશ્ર્નો એક જ સ્થળેથી ઉકેલાય તે માટે રાજય સરકારની કવાયત

ગુજરાતમાં ઉદ્યોગોના પ્રશ્ર્નો બાબતે સરકાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી રહી છે. ઉદ્યોગો વિકાસ કરે અને તેની અસર અર્થતંત્રના વિકાસમાં જોવા મળે તે દિશામાં પણ રાજય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આયાત-નિકાસના ક્ષેત્રમાં પણ ઉદ્યોગોના માળખાગત વિકાસને ધ્યાને લઈ પુરતા પ્રયત્નો થાય છે. ત્યારે હવે ઉદ્યોગોની તમામ અડચણોને દુર કરવા માટે સીંગલ વિન્ડો સીસ્ટમ તૈયાર કરવા ગુજરાત સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

સિંગલ વિન્ડો સીસ્ટમ શ‚ થતા ઉદ્યોગોને કોઈપણ પ્રશ્ર્ન માટે એક જ સ્થળે જવું પડશે જયાં તમામ પ્રશ્ર્નોનો નિકાલ થઈ જશે. અગાઉ માળખાગત સુવિધામાં વધારો, નવા એકમો ઉભા કરવા, મંજૂરીઓ લેવી વગેરે માટે અલગ અલગ સ્થળોએ દોડધામ કરવી પડતી હતી. પરંતુ હવે માત્ર એક જ સ્થળેથી તમામ પ્રશ્ર્નોનો નિકાલ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કવાયત શ‚ કરવામાં આવી છે.

સીંગલ વિન્ડો કલીયરન્સ માટેના નવા કાયદા માટે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ખરડો રજુ કરવામાં આવે તેવી શકયતા બતાવવામાં

આવી રહી છે. ગુજરાત સરકારે આ અગાઉ સિંગલ વિન્ડો સીસ્ટમ બાબતે સંકેતો આપ્યા હતા. ત્યારબાદ આ સીસ્ટમમાં કેવી રીતે અમલવારી કરવી અને તેનું માળખુ કેવી રીતે રચવું તે અંગેની ચર્ચા-વિચારણા અને કામગીરી થઈ રહી હતી. ત્યારે હવે સરકાર ઉદ્યોગોની અડચણો ઝડપથી દૂર થાય અને ઉદ્યોગોના વિકાસમાં કોઈ અડચણો ન રહે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમને લાગુ કરવા તૈયાર થઈ રહી છે.

આ સીસ્ટમ લાગુ થતા નવા ઉદ્યોગો શ‚ કરવાની કામગીરી સરળ બનશે અને સ્ટાર્ટઅપ યોજનાને પણ ફાયદો મળી રહેશે. સરકાર ઉદ્યોગોના વિકાસ બાબતે પુરતુ ધ્યાન દઈ રહી છે. ત્યારે સિંગલ વિન્ડો સીસ્ટમ ઉદ્યોગો માટે ખૂબ મહત્વની બની રહેશે. હાલ ઉદ્યોગોને અડચણોના ઉકેલ માટે અલગ અલગ સ્થળોએ દોડધામ કરવી પડે છે. તેમ છતાં પ્રશ્ર્નનો ઉકેલ ઝડપથી આવતો નથી. આ પરિસ્થિતિમાં નવા ઉદ્યોગોને વધુ પડતી મુશ્કેલી સહન કરવી પડે છે. પરંતુ રાજય સરકાર હવે આ પરિસ્થિતિનો ટૂંકમાં અંત લાવશે અને ઉદ્યોગો માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવાના પુરતા પ્રયાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.