Abtak Media Google News

૩૫૦ થી વધુ વિર્દ્યાથીઓ, એનસીસી કેડેટ્સ, પૂર્વ સૈનિકો, શિક્ષકો વગેરે ઉજવણીમાં જોડાયા

શહેરના વિરાણી હાઈસ્કૂલ ખાતે કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ૩૫૦ ફૂટ લાંબા તિરંગાની યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા વિરાણી સ્કૂલથી લઈને એસ્ટ્રોન ચોક સુધી કાઢવામાં આવી હતી. આ યાત્રામાં સ્કૂલના ૩૫૦ જેટલા વિર્દ્યાથીઓ, એનસીસી કેડે્ટસ, પૂર્વ સૈનિકો, શિક્ષકોએ ભાગ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ કારગીલ યુદ્ધમાં શહિદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે હેતુથી યોજવામાં આવી હતી. આ કારગીલ દિવસ ૨૬ જુલાઈ ૧૯૯૯ના જે પાકિસ્તાને જે સરહદી વિસ્તાર ઉપર કબજો મેળવ્યો હતો. તેની ઉપર વિજય મેળવી આપણા દેશનાં જવાનોએ સરહદને પોતાના કબજે લીધી હતી. આ દિવસની આવનાર પેઢી માટે દેશ પ્રત્યેની જાગૃતતા આવે તેવા હેતુથી આ કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Today-A-3-Foot-Long-Tricolor-Journey-Through-Kargil-Victory-Day-Virani-High-School
today-a-3-foot-long-tricolor-journey-through-kargil-victory-day-virani-high-school

આ યાત્રાથી શહીદોને શાંતિ અને પૂર્વ સૈનિકોને ખુશી મળશે: પૂર્વ સૈનિક અશ્વિનભાઈ ગજ્જર

Today-A-3-Foot-Long-Tricolor-Journey-Through-Kargil-Victory-Day-Virani-High-School
today-a-3-foot-long-tricolor-journey-through-kargil-victory-day-virani-high-school

પૂર્વ સૈનિક અશ્વિનભાઈ ગજ્જરે ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કારગીલ યુદ્ધમાં જ્યારે વિજય મેળવ્યો હતો. ત્યારી દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. વિરાણી સ્કૂલ દ્વારા જે આયોજન  કરેલ છે. જેમાં ૩૫૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવેલ છે. તેનાીથી શહિદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળશે. તેમજ પૂર્વ સૈનિકો કે જેઓએ કારગીલ યુદ્ધ લડેલ છે. તેઓને પણ આ કાર્યથી ખુશી મળશે.  આ ઉપરાંત વિરાણી સ્કૂલના પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલના વિર્દ્યાથીઓ દ્વારા કારગીલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. તેમાં સી.જે.ગ્રુપની મદદથી ૩૫૦ ફૂટ લાંબા તિરંગા સાથે વિરાણી સ્કૂલના વિર્દ્યાથીઓ, એનસીસી કેડેટસ, શિક્ષકો, જિલ્લા શિક્ષણ અધિકારી, માજી સૈનિકો આ રેલીની અંદર જોડાયા હતા. આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્ર ભાવના, દેશભક્તિ, દેશપ્રેમ, દેશદાઝ જાગે અને તેનો સમાજને ઉદેશ આપવાનો હતો. આ રેલી વિરાણી સ્કૂલથી લઈને એસ્ટ્રોન ચોક સુધી કાઢવામાં આવી હતી.

તિરંગા યાત્રા દ્વારા યુવાનોની દેશદાઝ જગાવવામાં આવી છે: પૂર્વ આર્મીમેન

20190726104929 Img 5460 1
today-a-3-foot-long-tricolor-journey-through-kargil-victory-day-virani-high-school

‘અબતક’ સોની વાતચીતમાં પૂર્વ આર્મીમેને જણાવ્યું હતું કે, કારગીલ વિજય દિવસ એટલે આપણા દેશની આન-બાન-શાનનો દિવસ છે. આપણા યુવાનોને કારગીલ દિવસની સ્મૃતિ થાય તે માટે તિરંગા યાત્રાનું આયોજન વિરાણી સ્કૂલ દ્વારા કરવામાં આવેલ છે. જ્યારે ૫૦૦ કરતા વધારે જવાનો દેશની શાન જાળવવા માટે શહિદી વ્હોરી હતી. આ શહિદી એળે ન જાય તે માટે આજના યુવાનોમાં રહેલી દેશદાઝ આ તિરંગા યાત્રા દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ કારગીલ દિવસની અંદર ૧૨૦૦૦ થી ૧૫૦૦૦ની ઉંચાઈ ઉપર આપણો જે સરહદી વિસ્તાર છે તે તેને પાકિસ્તાને કબ્જો કરાયો હતો. તેની ઉપર વિજય મેળવી અને આપણા દેશના જવાનોએ શહિદી સાથે આપણા દેશની સરહદને પોતાને કબજે લીધી હતી. આવતી પેઢી માટે દેશ પ્રત્યેની જાગૃતતા આવે તેવા હેતુથી આ કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.