Abtak Media Google News

ભારતીય કુટુંબ વ્યવસ્થા વિશ્ર્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ છે

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. આજનો દિવસ પ્રેમ હુંફ લાગણીનો દિવસ છે. વિશ્ર્વભરમાં ભારતીય કુટુંબ વ્યવસ્થા શ્રેષ્ઠ છે. વર્ષોથી પરિવારમાં સંયુકત પરિવારમાં રહેનારી રહેનારી પ્રજા એક મેકનાં સથવારે ગમે તેવી મુશ્કેલીને પાર પાડે છે. કુટુંબના મોભીનાને તૃત્ય હેઠળ સમગ્ર પરિવારની સંસાર યાત્રા સુખરૂ પ પસાર થાય છે.

Knowledge Corner Logo 4 6

આપણાં દેશમાં ગ્રામ્ય સંસ્કૃતિથી શરૂ  કરીને શહેરોની વિભકત કુટુંબની સંસ્કૃતિમાં મા-બાપ, દાદા-દાદી, નાના-નાની, ભાઇ-ભાભી, પુત્રો-પોત્રોનો વિશાળ પરિવાર એક વડિલની છત્ર છાયા તળે વર્ષો સુધી અકબંધ રહીને શ્રેષ્ઠ આનંદિત જીવન પસાર કરે છે. પરિવારની નાની મોટી મુશ્કેલીમાં કે સુખ-દુ:ખનાં પ્રસંગોમાં એક ઝુટ થઇને કાર્ય કરવાથી કુટુંબ પરિવાર મોટી મુશ્કેલીમાંથી સાંગો પાંગ બહાર નીકળી શકે છે. આજે પણ વેકેશનમાં મામાને ઘેર કે માસીને ઘરે જવાની પ્રણાલી લુપ્ત થઇ નથી.

પરિવર્તનના દોરે કે વેપાર-ધંધાને કારણે સંયુકત કુટુંબમાંથી વિભકત કુટુંબો થયા પણ સારા નરસા પ્રસંગે સમગ્ર પરિવાર એક સાથે સંપથી જીવનનો આનંદ માણે છે. સંયુકત કુટુંબના ફાયદાઓ પણ છે જેમાં એકાદ નબળો ભાઇ સબળાની સાથે જીવન તરી જતો જોવા મળે છે તો વિભકત કુટુંબમાં એકલ દોકલ પરિવાર પણ મુશ્કેલી સમયે સંયુકત પરિવારની ભાવના તરફ ઢળે છે. આપણાં દેશની કુટુંબ વ્યવસ્થા શ્રેષ્ઠ એટલા માટે છે કે સૌ સાથે મળીને એક સંપથી મુશ્કેલીનો સામનો કરે છે.

પરિવાર દિવસે આપણા સંસ્કારો-શાખ ને પણ વડિલો મહત્વ આપતાં ને સારા આહાર- વિચારો- કાર્યો થકી સમગ્ર ગામ કે પોતાની નાતમાં પરિવારનું નામ ઉજળું કરતાં કયારેય કુટુંબ પરિવારને નુકશાન થાય તેવું આજે પણ બહુ જ જુજ બને છે. ભારતીય પરિવાર વ્યવસ્થામાં સૌને વિકાસ કરવાની વિશાળ તકો રહેતી તો બાળકોના સર્વાગી વિકાસમાં, સંસ્કાર સિંચનમાં પણ કુટુંબનો હાથ અગ્રેસર રહે તો વેવિશાળ વખતે પણ કુટુંબ પરિવારની શાખ-નામ આજે પણ જોવાય છે, નોંધ લેવાય છે. કુટુંબ પરિવારની આબરૂ  તો ગામે ગામ પ્રસરતીને તેની મુશ્કેલી સમયે સૌ સાથે મળીને પ્રશ્ર્નોનું નિરાકરણ કરતાં તહેવારો હોય કે લગ્ન પ્રસંગ પરિવાર માટે હરહમેશ આનંદોત્સવ વિશ્ર્વભરમાં આપણે જ માણીએ છીએ.

આજે વિશ્ર્વ કુટુંબ દિવસે ભારતીય પરિવારની સીસ્ટમ સૌને લોક શિક્ષણ પણ પુરૂ  પાડે છે. સમગ્ર વિશ્ર્વમાં ગમે ત્યાં તમો જાવ આપણા જેવી કુટુંબ વ્યવસ્થા કયાંય જોવા મળશે નહીં. ખાસ કરીને આપણા સંયુકત કુટુંબ પ્રથા તો વિશ્ર્વભરમાં પ્રચલિત છે. ‘એક એકલા થક જાગેયા..મિલકર બોજ ઉઠાના… સાથી હાથ બઢાના’ વર્ષો પહેલાના ફિલ્મ ગીતમાં આપણાં જીવનની ફિલસુફી સમાયેલી છે. પરિવારમાં એક બીજાને મદદ કરીને તેની મુશ્કેલી હળવી કરાય છે. વર્ષોથી અને આજે પણ એક રસોડે બધા ભેગા રહેતા ને વિશાળ પરિવાર એક બીજાનાં સથવારે આનંદ  કિલ્લોલથી રહેતા અને આજે પણ રહે છે, જે વિશ્ર્વમાં બીજે કયાંય તમોને જોવા મળશે નહીં.

આજના દિવસે પરિવારથી અલગ થઇને વિભકત કુટુંબને થોડો સમય સારૂ  લાગે છે, પણ મુશ્કેલી સમયે ફરી એ જ માહોલ યાદ આવતાં માનવી ફરી એ માહોલ તરફ ઢળે છે. આપણી કુટુંબ વ્યવસ્થા પ્રમાણે આપણા મકાનોની રચના પણ એ પ્રમાણેની હતી જેમાં વિશાળ ફળીયું ઓસરી ઉતાર રૂ મો વિગેરેમાં સુખેથી માનવી જીવન જીવતો કયારેય પણ તેને તણાવ ન આવતો, આજે વિશ્ર્વનો માનવી યોગ ઘ્યાન જેવી વિવિધ ક્રિયા પૈસા દઇને શાંતિ મેળવે છે એવી શાંતિ આપણી કુટુંબની વ્યવસ્થામાં તો વર્ષોથી છે જ બાળકોને દાદા-દાદીની વાર્તા, સંતાનોની વિવિધ રમતો સંસ્કારો, જીવનલક્ષી ગુણો ભાઇચારો વિગેરે જેવા જીવન મુલ્યો આપણી પરિવારની સિસ્ટમ સાથે વણાયેલા હતા. જે ભારત દેશ સિવાય વિશ્ર્વમાં તમને કયાંય જોવા નથી મળતા.

વિશ્ર્વ પરિવાર દિવસે વિશ્ર્વએ ભારતીય કુટુંબ વ્યવસ્થ વિશે અઘ્યયન કરીને તે પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા લેવી પડશે. આજે પરિવારના કુટુંબો ભાંગી રહ્યા છે. વિવિધ બદીઓના શિકાર બને છે જેમ કે દારૂ -જુગાર કે ગુનાહિત કૃત્ય જો પરિવાર એક તાંતણે બંધાઇને રહયો હોત તો આવી મુશ્કેલી આવત ન નહી. વિભકત પરિવારમાં આર્થિક-સામાજીક અને માનસિક મુશ્કેલી પારાવાર આવે છે. જેમાં આપણી સંયુકત પરિવારની ભાવના જ બહાર કાઢી શકે છે. વિશ્ર્વ પરિવાર દિવસે સમગ્ર વિશ્ર્વ સાથે ભારતનાં પરિવારે પણ સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે. જેમાં ઝગડા-જમીન- જોરૂ  ના ઝગડાઓ વધવા લાગ્યા છે. ત્યારે પહેલાની કુટુંબ વ્યવસ્થા તરફ પરત ફરીને શ્રેષ્ઠ માનવ જીવન પાત્રા સંપન્ન કરે એજ આજના દિવસની શ્રેષ્ઠ વાત હોય શકે છે.

ઇન્ટરનેશનલ ફેમિલી ડે-ર૦૨૦નો ઉદ્દેશ સમુહ પરિવાર વ્યવસ્થાઓના ફાયદાઓની જાગૃતિ સાથે કુટુંબનું મહત્વ અને આપણાં સામાજીક વિકાસમાં તેની ભુમિકા તેના વિશ્ર્વ વ્યાપી પાલન કરવા સંમત થવું તથા કુટુંબના તમામ વ્યકિતનાં સુખાકારી માટેની એક પહેલ છે. આ વર્ષે યુ.એન.એ. આ સંદર્ભમાં કુટુંબોના મહત્વ પર અને ખાસ કરીને રોગચાળો કોવિડ-૧૯ ના સંદર્ભમાં આપણે કેવી રીતે તેના પર ભાર મુકવા આ થીમ રજુ કરેલ છે. એક કુટુંબ સમાજના વિકાસમાં પાયાના સ્તંભનું મુલ્ય ધરાવે છે. કારણ કે સામાજીક કાયદા અને ધારા ધોરણ કૌટુંબિક બંધન અને તાકાતનું અપેક્ષિત સ્વરૂ પ છે. ૧૯૯૩ યુ.એન. ની જનરલ એસેમ્બલીએ મૂળભૂત કુટુંબ પ્રણાલીને મહત્વ સમજાવી સૌ પ્રથમ ૧પ મે ૧૯૯૪ આ ફેમીલી ડે ઉજવાયો હતો ૧૯૯૬ થી દર વર્ષે એક ખાસ થીમ વિશ્ર્વને આપવામાં આવે છે.

એક બીજા પ્રત્યે પરિવારનાં સંબંધો તેની મીઠાશ રહેતી, ઘરનાં મોભીની વાતનું વજન રહેતું, પરિવારનું શ્રેષ્ઠ મેનેજમેન્ટની વાત કરીએ તો આપણે અત્યારે એક બે પ્રસંગોમાં પણ થાકી જાય છીએ ત્યારે વર્ષો પહેલા આપણી જ કુટુંબ વ્યવસ્થામાં સાત-આઠ ભાઇ-બેનના લગ્ન પ્રસંગો આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન કરેલા જ હતા. ધન્ય છે એ વડિલો જે ભણ્યા ઓછું હતા પણ જીવનનું ગણતર બહુ જ સારી રીતે જીવનમાં ઉતારેલ હતું.

  • કોઇ લૌટા દે…. મેરે બિતે હુએ દિન પ્યારે…. પ્યારે…. પલ…..

આજે બધાંના મોઢે આપણે સાંભળીએ છીએ કે પહેલા જેવી મઝા જીવનમાં નથી આવતી, વર્ષો પહેલા અમો નાના હતા ત્યારે બધા સાથે રહેતા ત્યારે કેવી મઝા આવતી. જીવનનાં તમામ પાઠો એક બીજા સાથે હળી મળીને રહેવાથી શિખવા મળી જતાં કયારેય કોઇ ચિંતા હતી જ નહીં ઘરનો મોભી કહે, તેમ કરતાં ને તેજ તમામ કામો વિના વિધ્ને પૂર્ણ પણ કરતાં જ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.