જે સતત બગડતું જાય છે…એ ‘હવામાન’નો આજે દિવસ

પૃ્થ્વીના વાતાવરણનો અભ્યાસ હજારો વર્ષોથી વૈજ્ઞાનિકો કરી રહ્યા છે, ત્યારે 19મી સદી સુધી તેની  નોંધપાત્ર પ્રગતિ થઈ ન હતી: 20મી સદીમાં કોમ્પ્યુટર આવ્યા અને હવામાન શાસ્ત્રની પ્રગતિ થઈ

આપણા પૃ્થ્વીગ્રહનું વાતાવરણ શ્રેષ્ઠ હતુ એ પ્રાચીન  ગાળાથી ધીમેધીમે દર વર્ષે માનવીએ પોતે તેના જ શ્રેષ્ઠ  હરિયાળા વાતાવરણને પોતાના સ્વાર્થ ખાતર બગાડવાનું શરૂ કરતા આજે 21મી સદીમાં ગ્લોબલ વોર્મિંગ જેવી ભયંકર સમસ્યાનો પૃથ્વીવાસી સામનો કરી રંહ્યો છે. આજે વિશ્વ હવામાન દિવસ છે. ત્યારે સૌએ તેના સંરક્ષણ માટે નિષ્ઠાપૂર્વક ક્ાર્ય કરવાની જરૂર છે. આજનો દિવસ જે સતત બગડતું જતાય છે. એ હવામાનનો દિવસ છે.

આપણી પૃથ્વીના  વાતાવરણનો વર્ષોથી વૈજ્ઞાનિકો અભ્યાસ શોધ સંશોધનો કરી રહ્યા છે. ત્યારે 19મી સદસીનાં પ્રારંભ સુધી તેમને  નોંધપાત્ર વિકાસના ફળ ચાખવા મળ્યા ન હતા. 20મી સદીમાં કોમ્પ્યુટર આવ્યા અને હવામાન શાસ્ત્રની પ્રગતિ થઈ હતી. એક અહેવાલ જણાવે છે કે 1873માં પૃથ્વીના વાતાવરણ, ભૌગોલીક સ્થાનો વિગેરેની માહિતી એક બીજા દેશો વચ્ચે શેર કરવા એક આંતરરાષ્ટ્રીય લેવલની સંસથાની રચના કરવાનો  વિચાર કરાયો હતો. 1940ના દાયકાનાં અંતમાં ફરી આ બાબતે એક નકકર આયોજન કરીને સંસ્થાના નિર્માણ માટેની વૈશ્ર્વીક પહેલના પગલે 1950માં વૈશ્ર્વીકસ્તરની હવામાન સંસ્થાની રચના કરી જેમાં વિશ્ર્વના 70થી વધુ દેશો જોડાયા હતા.

વિશ્વ હવામાન સંસ્થા અને સંયુકત  રાષ્ટ્રનો મુખ્ય હેતુ   પૃથ્વીનું  વાતાવરણ મહાસાગરો અને જમીનો સાથે હવામાન કેવી  રીતે વર્તે છે. અને તેના પરિણામે તેમાશું પરિવર્તન આવે છે. તે જોવા માટેનો હતો. માનવ વસવાટની આસપાસનું   પયાવરણ, વાતાવરણ તેા અસ્તિત્વ માટે ખૂબજ મહત્વનું હોવાની  તેની જાળવણી કરવી જરૂરી છે. 1961થક્ષ આ દિવસનીઉજવણી માટે વિવિધ થીમ આપવામાં ઔવે છે. હવામાનમાં થતા ફષરફશરો વિશે લોકોને  આજના યુગમાં વાકેફ કરવા જરૂરી છે.

ઠંડુ ગરમ વાતાવરણ, વરસાદ, પવનો, દરિયાના જળની સપાટીમાં ફેરફાર, ઋતુચક્રોમાંથતાં ફેરફાર જેવી વિવિધ બાબતો ઉપર વૈશ્ર્વીક સ્તરે વિવિધ નીતિઓ, યોજનાઓ સંદર્ભે આજે વૈશ્ર્વિક સ્તરે ખઊબજ કાળજી લેવાય રહી છે.  આવનારી મુશ્કેલીઓની અગાઉથી જ  આગાહીઓ થવાથી લોકો કુદરતી આફતો સામે જાગૃત  થઈ જતાં નુકશાન  થીબચી શકે છે.

આજે ઓનલાઈન અને ટીવીમાં વેઘર ચેનલમાં તેના અપડેટ સતત જોવા મળી રહ્યા છે. આજનો દિવસ પૃથ્વીના વાતાવરણ અને આપણી આસાસની દુનિયા પર તેની કેવી અસર થઈ રહી છે. તે  જાણવાો અનેરો અવસર છે.

દર મિનિટે બે હજાર વાવાઝોડા પૃથ્વી પર ત્રાટકે છે

માનવ સર્જીત કે કુદરતી આફતોસાથે આજે ગ્લોબલ વોર્મિંગને કારણે બદલાતા હવામાને દર મિનીટે બે હજાર જેટલા નાના મોટા વાવાઝોડા પૃથ્વી પર ત્રાટકે છે. જંગલોમાં આગ,  સુનામી, ટોર્નેડો બરફ વર્ષા જેવી આ સામાન્ય ઘટના પણ સમગ્ર પૃથ્વીના વિવિધ  સ્થળે જોવા મળી રહી છે.