Abtak Media Google News

રિઝર્વે બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ર000 ની ચલણી નોટ પરત ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. લોકો 30મી સપ્ટેમ્બર સુધીમાં ર000 ની નોટ બેંકોમાં જમા કરાવી શકશે.

તેવી પણ ધોષણા કરવામાબં આવી હતી  આજે ગુલાબી નોટ બેન્કોમાં જમા કરવાનો અંતિમ દિવસ છે. આવતીકાલથી ર000 ની નોટ માત્ર એક સામાન્ય કાગળ બની રહેશે. મોટાભાગની નોટ પરત આવી ગઇ હોવાના કારણે આજે નોટ જમા કરાવવાના અંતિહ દિવસે પણ બેંકોમાં લાંબી લાંબી કતારો જોવા મળી ન હતી. ર000 ની નોટ પરત ખેંચવાની અવધીમાં આરબીઆઇ દ્વારા કોઇ વધારો કરવામાં આવે તેવી હાલ કોઇ જ શકયતા દેખાતી નથી.

મોટાભાગની નોટ બેન્કોમાં જમા થઇ ગઇ હોય અંતિમ દિવસે લાંબી કતારો નહીં

2000 ની નોટ સ્વીકારવાની અવધી આજે પૂર્ણ થઇ રહી હોવા છતાં રાજયમાં અનેક પેટ્રોલ પમ્પના સંચાલકો દ્વારા ગત ર6મીથી નોટ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જેમાં આરબીઆઇની સુચનાથી નોટ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એવી પણ વાતો વહેતી થઇ હતી કે ર000 ની નોટ સ્વીકારવાની મુદતમાં એકાદ મહિનનો વધારો કરવામાં આવશે.

પરંતુ આરબીઆઇ દ્વારા એવી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે નોટ સ્વીકારવાની અવધીમાં વધારો કરવામાં આવશે નહી આજે ર000 ની નોટ બેંકોમાં જમા કરવાનો અંતિમ દિવસ હોવા છતાં બેન્કોમાં લોકોની લાઇનો જોવા મળી ન હતી. સમયસર લોકોએ નોટ જમા કરાવી દીધી હોય અંતિમ દિવસોમાં કોઇ અફરાતફરી જોવા મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.