Abtak Media Google News

શ્રીકૃષ્ણ: શરણમ મમ:

પાંચસો વર્ષ પૂર્વે પુષ્ટિમાર્ગમાં આરોગ્યના હિતમાં માસ્ક પહેરવું, સ્પર્શ ન કરવું, સાબુથી હાથ ઘોવા, બહારનું ખાવુ નહીં  તેમજ ઘરના એકાંતમાં પૂજા કરવી જેવા આચાર-વિચારની શુઘ્ધતા પાછળ સ્વચ્છ વિજ્ઞાનનો ખ્યાલ હતો

લોકડાઉનના પગલે હવેલીમાં ભકતો એકઠા કરી થનારી ઉજવણીઓ રદ કરવામાં આવી

આજે ચૈત્ર વદ અગિયાર એટલે પૂષ્ટિમાર્ગના પ્રણેતા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુનો પ્રાગટય મહોત્સવ સમગ્ર વિશ્ર્વમાં આ દિવસને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે સામાન્ય રીતે દર વર્ષે મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવે હવેલી મોટા ધાર્મિક મહોત્સવ યોજતા હોય છે પરંતુ આ વર્ષે લોકડાઉનને પગલે કોઇપણ ધાર્મિક સ્થળોએ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવાથી તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ રખાયા છે. આ વર્ષે હવેલીમાં યોજાતા મોટા ધાર્મિક મહોત્સવો, શોભાયાત્રા, સમુહ કિર્તન ગાન અને મહાપ્રસાદ સહિતનાં ઉત્સવો બંધ રહેશે વૈષ્ણવજનો ઘરે બેઠા વલ્લભાચાર્ય પ્રાગટયોત્સવની ઉજવણી કરશે વિશ્ર્વને વૈષ્ણવતાનો અમર સંદેશો આપનાર વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય ઉત્સવ દેશ-વિદેશમાં પ્રત્યેક વર્ષે ધામધૂમથી ઉજવાય છે પરંતુ હાલ લોકડાઉનના પગલે તમામ પ્રકારની ઉજવણીઓ રદ કરવામાં આવી છે હવેલી કે અન્ય કોઇપણ સ્થળોએ ઉજવણી નહીં થાય.

Advertisement

આરોગ્ય બાબતે પુષ્ટિમાર્ગના પાંચસો વર્ષ પૂર્વેના નિયમો

કોરોના જેવા ચેપી રોગો ન ફેલાય તે માટે પુષ્ટિમાર્ગમાં પાંચસો વર્ષ પૂર્વે આરોગ્ય માટે આચાર સહિતા બનાવવામાં આવી હતી. જેમાં શ્રી ગુંસાઇજીએ પ્રભુ ભકિતમાં આરોગ્યને ઘ્યાને રાખીને કેટલાક સુંદર નિયમો આચાર શુઘ્ધિ માટે નકકી કરવામાં આવ્યા હતા. જેનું પાલન પ્રવર્તમાન સંજોગોમાં દરેક મનુષ્યે કરવું હિતાવહ રહેશે.

  • દૂરથી જ નમસ્તે કરી જયશ્રી કૃષ્ણ કહી અભિવાદન કરવું.
  • ઠાકોરજીની માળા બનાવતી વખતે મોં ઉપર માસ્ક બાંધવામાં આવે છે.
  • સેવાની સામગ્રી બનાવતી વખતે હાથને વારંવાર સાબુથી ઘોવામાં આવે છે.
  • જેટલીવાર આરતી કરવામાં આવે તેટલી વખત મુખિયાજી સ્નાન કરે છે
  • હવેલીમાં કોઇ સેવક મુખિયાજીને અડતા નથી
  • ઠાકોરજીને પ્રસાદ રૂપે ધરાવાતા ફળોને સંપૂર્ણ શુઘ્ધ કરવામાં આવે છે.
  • વૈષ્ણવો હોટેલ કે લારી ગલ્લાનું ખાતા નથી.

પૃષ્ટિમાર્ગમાં ગૃહ સેવાનું મહત્વ

શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ ‘ભકિત વિધિની’ગ્રંથમાં આજ્ઞા કરીછે કે ‘ગૃહ સ્થિત્વા સ્વધર્મ:’ અર્થાત પુષ્ટિજીવોએ સ્વધર્મના પાલન અર્થે ઘરમાં રહીને જ ગુપ્ત રીતે એકાંતમાં સેવ્યની સેવા કરવાનું કહ્યું છે જયારે ઘણા વૈષ્ણવો પોતાના ઠાકોરજીને ભેગા કરી મનોરથ- ઉત્સવો કરે છે જયારે પૃષ્ટિમાર્ગમાં આ રીતે ભેગા થઇ ઉત્સવો મનોરથ કરવાનો કયાંય ઉલ્લેખ જ નથી ઉપરાંત પૃષ્ટિમાર્ગમાં ગૃહનૃું મહત્વ દર્શાવતા કહેવાયું છે કે સેવ્ય એ પ્રેમ સ્વરૂપ છે, આથી પ્રેમને ગુપ્ત રાખવો પ્રગટ કરવાથી કોઇ રસ રહેતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.