Abtak Media Google News

કેપ્ટન નીતિન ભારદ્વાજની આગેવાનીમાં ઘરઆંગણે રાજકોટ હોટ ફેવરીટ

રાજકોટ મહાનગરપાલિકાની યજમાનીમાં હાલ રમાઈ રહેલી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે બપોરે રાજકોટ કમિશનર અને અમદાવાદ કમિશનર ઈલેવન વચ્ચે જયારે રાત્રે રાજકોટ મેયર ઈલેવન અને અમદાવાદ મેયર ઈલેવન વચ્ચે સેમીફાઈનલ જંગ જામશે.

Advertisement

રાજકોટ મેયર ઈલેવને ગાંધીનગર મેયર ઈલેવનને પરાજય આપી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે જયારે અમદાવાદ મેયર ઈલેવને ભાવનગરને પરાસ્ત કરી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં સુરત મેયર ઈલેવન અને કમિશનર ઈલેવને જુનાગઢ મેયર ઈલેવન અને કમિશનર ઈલેવનને પરાજય આપી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાનારા સેમીફાઈનલમાં રાજકોટ ઘરઆંગણે હોટ ફેવરીટ મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.