Abtak Media Google News

તા.૨૦.૧૨.૨૦૨૩ બુધવાર  ,સંવંત ૨૦૮૦, માગશર સુદ આઠમ, ઉત્તરાભાદ્રપદા  નક્ષત્ર, વ્યતિપાત   યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે  વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,નોકરિયાતવર્ગને પણ સારું રહે, આગળ વધી શકો.

કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,ઘણા રહસ્યો પ્રાપ્ત કરી શકો, શુભ દિન.

સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મૂડ વારંવાર બદલાતો જોવા મળે,  મધ્યમ દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, દિવસ આનંદદાયક રહે.

તુલા (ર,ત) : ઘણી નવી પરિસ્થિતિમાં થી પસાર થવાનું આવશે, નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.

વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે, પેપરવર્ક કરી શકો .

ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય, આપેલ વાયદા પુરા કરી શકો .

મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,ખુદ માટે સમય પણ ફાળવી શકો,કાર્યમાં સફળતા મળે.

કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,વ્યક્તિગત રીતે કેટલાક પ્રશ્નો મુન્જાવતા જણાય ,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને,સામાજિક રીતે તમારી સ્વીકૃતિ વધે, શુભ દિન .

જીત લે જાએ કોઈ મુજકો નસીબોવાલા, ઝીંદગીને મુઝે દાવ પે લગા રખ્ખા હૈ !

ખેલજગતના અધિષ્ઠાતા  મંગળ મહારાજ ધન રાશિ તરફ જઈ રહ્યા છે અને આઇપીએલમાં ખેલાડીની ખરીદીમાં અનેક રેકોર્ડ તૂટ્યા છે અને સ્ટાર્ક મિશેલ જેવા ખેલાડીઓ રેકોર્ડબ્રેક બોલીમાં ખરીદાયા છે. કતિલ શિફાઇ લખે છે એમ “જીત લે જાએ કોઈ મુજકો નસીબોવાલા, ઝીંદગીને મુઝે  દાવ પે લગા રખ્ખા હૈ !”  જો કે ઘણા ક્રિકેટરના ભાગે હતાશા પણ આવી છે. આગામી દિવસોમાં મંગળ અને સૂર્ય ધનરાશિમાં અંગારક યોગ બનવાશે!!

અંગારક યોગના કારણે ભૂકંપ જેવી કુદરતી આપદાઓ વત્તાઓછા અંશે જોવા મળે વળી અગ્નિ તત્વની રાશિ ધનમાં અંગારક યોગ જંગલમાં આગજની કે મોટી ઇમારતોમાં આગજની કે દુર્ઘટના દર્શાવે છે જયારે આ સમયમાં હથિયારોનો ઉપયોગ વિશેષ જોવા મળે વળી નવા વાહનો પણ બેશુમાર ખરીદાતા અને વપરાતા જોવા મળે. અંગારક યોગ અગ્નિતત્વમાં જ્વાળામુખીને સક્રિય કરનાર પણ છે માટે આ સમયમાં ઘણા જ્વાળામુખી સક્રિય થતા પણ જોવા મળે વળી આ સમયમાં એસીડીટીનું  પ્રમાણ પણ વધતું જોવા મળે. ભાગ્યની રાશિમાં અંગારક યોગ લોકોને કૈક પામવા માટેની વિશેષ દોડ આપતા જોવા મળે અને લોકોને વધુ સક્રિયતાથી આગળ વધતા જોવા મળે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–  ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.