તા. ૧૬.૨.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ સાતમ, ભરણી   નક્ષત્ર, બ્રહ્મ  યોગ , વિષ્ટિ  કરણ આજે   બપોરે ૨.૪૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

–જયારે સૂર્ય શનિ સંબંધમાં આવે ત્યારે વિચારોનો વિરોધાભાસ જોવા મળે છે

અગાઉ અત્રે લખ્યા મુજબ કિસાન આંદોલન તેજ બની રહ્યું છે, સૂર્ય જયારે શનિના ઘરમાં થી પસાર થાય અને ખાસ કરી ને સૂર્ય શનિ યુતિ બને ત્યારે પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણ થાય છે અને મોટા આંદોલન જન્મ લે છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પરંતુ બંને વચ્ચે વૈચારિક મતભેદ છે માટે જયારે જયારે સૂર્ય શનિ સંબંધમાં આવે ત્યારે વિચારોનો વિરોધાભાસ જોવા મળે છે વળી આ સમયમાં જ નિષ્ઠાવાન રાજનયિક પણ પોતાની વિચારધારામાં બદલાવ કરતા હોય છે અને પાર્ટી ફેરવતા હોય છે કે અન્ય વિચારધારાના લોકો સાથે બેસતા હોય છે સૂર્ય સરકાર છે અને શનિ પ્રજા છે માટે સૂર્ય શનિ યુતિ સરકાર અને પ્રજા વચ્ચે કોઈ ને કોઈ બાબતે ચડભડ દર્શાવે છે અને એ પ્રકારના બયાનો પણ સામે આવતા જોવા મળે છે કુંભ રાશિ પર રાહુનો અમલ પણ છે માટે કુંભ રાશિમાં શનિ ઉપરાંત રાહુના પરિણામો પણ મળતા જોવા મળે વળી આ સમયમાં મોટા આર્થિક કૌભાંડો સામે આવતા પણ જોવા મળે શનિ મહારાજ અસ્તના હોવા થી આ સમયમાં કેટલાક વિપરીત પરિણામો સામે આવતા જોવા મળે.!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી—૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.