Abtak Media Google News

તા. ૧૨.૧૦.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા વદ તેરસ, તેરસનું શ્રદ્ધ, પૂર્વાફાલ્ગુની  નક્ષત્ર, શુક્લ  યોગ,ગર કરણ આજે સાંજે ૬.૧૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ)  : ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ) :  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ) : ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) : બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–ગ્રહણનો સમય સાધના માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે!!

અત્રે લખ્યા મુજબ શનિ અમાવસ્યાનું કંકણાકૃતિ સૂર્યગ્રહણ નજીક આવી રહ્યું છે તેમ તેમ પરિસ્થિતિ તંગ થતી જાય છે અને યુદ્ધનો માહોલ વધુ તીવ્ર બનતો જાય છે, ખાસ કરી ને આગામી પખવાડિયાના બે ગ્રહણ આગામી બે માસ બહુ જ સંવેદનશીલ બનાવે છે વળી આ વખતે ગ્રહણમાં વધુ ગ્રહો અસર પામે છે ખાસ કરીને સ્ફોટક મંગળ મહારાજ વિશેષ અસરમાં આવે છે જેથી યુદ્ધની આગમાં ઘી હોમાય છે અને અનેક દેશ બંને તરફ ગોઠવાતા જોવા મળશે અને અન્ય દેશ પણ યુદ્ધની કગાર પર આવતા જોવા મળશે વળી આ જ સમય મંગળ અસરમાં આવતા હોવાથી ભૂમિને અસર પહોંચે છે માટે ઘણી જગ્યાએ ભૂકંપ બાબતે સાવચેતી રાખવી પડશે ઘણા દેશ માં અને આપણા દેશમાં ઉત્તર ભાગમાં, પાકિસ્તાન અને નેપાળ તરફ પણ ભૂકંપની શક્યતા રહેલી છે વળી આ પ્રકારે ઘણી જગ્યાએ કંપન અનુભવ થશે. યુદ્ધની સ્થિતિ લાંબો સમય રહેતી હોય પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વૃદ્ધિ થશે. બે ગ્રહણ વચ્ચેનો સમય પણ થોડો ભારે ગણી શકાય માટે આ સમયમાં ઇષ્ટદેવનું સ્મરણ વિશેષ લાભદાયી રહેશે. કેટલીક સાધનાઓ ગ્રહણ સમયે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે ગ્રહણ સમયે દુન્યવી કામકાજ નહિ કરી ને દાન ધર્મ અને સાધના કરવાથી વિશેષ લાભ મેળવી શકાય છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.