Abtak Media Google News


મેષ રાશિફળ (Aries): આજનો દિવસ તમારા માટે સારા પરિણામ આપવાનો છે. નાણાકીય પક્ષ મજબૂત રહેશે. અટકેલા કામો પૂરા થશે અને ખ્યાતિ વધશે. પ્રિયજનો સાથે મુલાકાત થશે અને મન પ્રસન્ન રહેશે. વાણી પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. આજનો દિવસ આનંદદાયક છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. આજે તમે તમારી પત્ની અને બાળકો સાથે કંઈક સર્જનાત્મક કરશો.

વૃષભ રાશિફળ (Taurus) : આજનો દિવસ શુભ છે અને શિક્ષણ-સ્પર્ધાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સિદ્ધિઓ મળશે. આવકના નવા સ્ત્રોત સર્જાશે. અન્ય લોકો સાથે વાત કરવાની તમારી રીત અને તમારી પ્રામાણિકતા તમને વિશેષ માન આપશે. જીવનસાથીનો સહયોગ પુરતી માત્રામાં મળશે. આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિણામ આપવાનો છે. તમે સ્પર્ધાના ક્ષેત્રે આગળ વધશો અને જે કામ ઘણા દિવસોથી અટકેલું છે તે આજે પૂર્ણ થશે.

મિથુન રાશિફળ (Gemini) : આજે અચાનક શરીરના દુ:ખાવાને લીધે વધુ ખર્ચ કરવાની સ્થિતિ આવી શકે છે. કોઈ મિલકત ખરીદતી વેચતી વખતે તેના તમામ કાયદાકીય પાસાઓને ગંભીરતાથી ધ્યાનમાં લો. પાછળથી દગો થઈ શકે છે. સાંજે માતાની તબિયતમાં સુધારો થશે. તમારા માટે આજનો દિવસ સારો છે અને તમને અન્યની મદદ કરવામાં વધુ આનંદ મળે છે.

કર્ક રાશિફળ (Cancer) : આજે તમે તમારા હરીફો માટે માથાનો દુ:ખાવો સમાન રહેશો. દાંપત્ય જીવનમાં ખુશાલીની સ્થિતિ રહેશે. તમારા જીવનસાથીની યોગ્ય સલાહ મેળવીને તમે આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. આજનો દિવસ તમારા માટે શુભ ફળ આપનારો છે અને પિતાના આશીર્વાદ-ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ કિંમતી ચીજવસ્તુ અથવા સંપત્તિ મેળવવાની ઇચ્છા આજે પૂર્ણ થશે.

સિંહ રાશિફળ (Leo) : આજનો દિવસ તમારા માટે વ્યસ્ત પરંતુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે ઘરની વસ્તુઓ ખરીદવામાં સમય લાગી શકે છે. સાંસારિક આનંદ માણવાના માધ્યમોમાં વધારો થશે. ઓફિસમાં સાથીઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે. પૈસાના વ્યવહારમાં સાવચેત રહો, પૈસા અટવાઈ શકે છે.

કન્યા રાશિફળ (Virgo) : આજે તમે જે કાર્યો તમે વિચાર્યા હતા તે પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વ્યવસાયમાં પરિવર્તનની યોજના છે. તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે અને તમારા બાળકો તમારી સાથે ખુશ રહેશે. તમે સાંજે ધાર્મિક સ્થળોએ જવાનું કાર્ય કરી શકો છો. આજે તમને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે અને અટકેલા કામ પૂરા થતા મનમાં સંતોષ થશે. વ્યાવસાયિક યોજનાઓમાં વેગ મળશે.

તુલા રાશિફળ (Libra) : રાજ્યનું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. ઉતાવળ અને ભાવુક થઈને લીધેલા નિર્ણયો પાછળથી પસ્તાવો લાવી શકે છે. આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. કોશિશ કરતા રહો, તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે બનતા જશે. જેથી મનમાં સુકૂન રહેશે. પોઝિટિવ પ્રગતિના લોકો સાથે મેલજોલ વધશે.  આજનો દિવસ ખાસ રહેશે અને તમારા વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે. આજે મુસાફરી થઈ શકે છે, પરંતુ સલામતીનું ખાસ ધ્યાન રાખો. ધંધામાં વધતી પ્રગતિથી ખુબ ખુશી થશે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio) : વિદ્યાર્થીઓ માનસિક બૌદ્ધિક ભારથી મુક્તિ મેળવશે અને તેઓ પહેલાથી હળવાશ અનુભવે છે. થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. આવા લોકોથી દૂર રહો. ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યના કારણે ચિંતા રહી શકે છે. આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં પસાર કરો. ખોટી ટેવ સુધારવા પ્રયત્નો કરવા. લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાથી અત્યારે નહીં પણ ભવિષ્યમાં ફાયદો દેખાશે. આળસ ના કરો અને નાની-મોટી હારથી હિંમત ના ખોવી જોઈએ.

ધન રાશિફળ (Sagittarius) : આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને કારણે વ્યસ્તતા વધારે રહેશે, બિનજરૂરી ખર્ચ ટાળો. વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે કોઈ પ્રોજેક્ટમાં સફળતા ન મળવાથી નિરાશા રહેશે. તમારું મનોબળ જાળવી રાખો અને કોશિશ કરતા રહો. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખો. તમામ નકારાત્મક પરિસ્થિતિઓના કાણે હાલ વેપારની ગતિવિધિઓ સામાન્ય જ રહેશે. જે જેવું ચાલી રહ્યું છે તેવું જ ચાલવા દેવું.

મકર રાશિફળ (Capricorn) : કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કેટલાક ફેરફાર થઈ શકે છે, જેના કારણે કેટલાક સાથીઓ તમારી સાથે નારાજ થઈ શકે છે. પરંતુ તમને તેમના શબ્દોથી અસર થશે નહીં. મોટાભાગનો સમય ઘરની સજાવટ તથા દેખરેખને લગતા કાર્યો અને ખરીદદારીમાં પસાર થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું સંપૂર્ણ ધ્યાન રાખવું. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કામ કરશે.

કુંભ રાશિફળ (Aquarius) : પાચનશક્તિ ધીમી થઈ શકે છે અને આંખોમાં મુશ્કેલી આવી શકે છે. પ્રિયજનો સાથે હાસ્યમાં સાંજનો સમય પસાર થશે. બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એટલે તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો. કાર્યો પ્રત્યે વધારે મહેનત પણ કરવાની જરૂરિયાત રહેશે.

મીન રાશિફળ (Pisces) : બપોર સુધીમાં ખુશખબર પણ મળશે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. સંબંધીઓમાં તમારી લોકપ્રિયતા વધશે. તમે તમારા વિશ્વાસ તથા કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો. સફળતા પણ પ્રાપ્ત થશે. કોઈપણ પ્રકારની પ્રોપર્ટીને લગતો જો કોઈ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.