Abtak Media Google News

તા. ૨૧.૯.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ છઠ, અનુરાધા  નક્ષત્ર, પ્રીતિ  યોગ, ગર  કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ) : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–નકલી નોટ બાબતે અનેક છાપા અને ગિરફ્તારી થતી જોવા મળશે

સૂર્યના ઘરમાં બુધ મહારાજ એકલા પડવા સાથે શેરબજારમાં કડાકો થયો છે બુધને કુમાર ગ્રહ કહ્યો છે  જે બાળક છે, જયારે તે એકલા પડે છે ત્યારે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી સૂર્યની હાજરીમાં તેનું બળ વધે છે પણ એકલા પડવા સાથે તકલીફ પડતી જોવા મળે છે ગોચર ગ્રહોની અસર તળે ભારત અને કેનેડા વચ્ચે સંઘર્ષ વધ્યો છે અને બંને એ પોતપોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે ભારતને બદનામ કરવા માટે અનેક રાષ્ટ્ર ચિત્ર વિચિત્ર સ્ટેટમેન્ટ આપી રહ્યા છે પરંતુ કોઈ વિધાન સત્યની નજીક નથી અને આવી બાબતોથી વૈશ્વિક આતંક વિરોધી ચળવળને નુકસાન પહોંચી શકે છે વળી આ પ્રકારના બધા સંગઠનો વિદેશી ધરતી પર એક થઈને આગળ વધતા હોય છે અને તેની પાછળ આપણા પાડોશીઓના છુપા મનસૂબા પણ જોવા મળે છે જે કેનેડાની ધરતી પર આ પ્રકારના તત્વોને સહાય કરતા હોય છે  સૂર્ય મહારાજ કન્યામાં પ્રવેશ ચુક્યા છે જ્યાં મંગળ સાથે અંગારકયોગની રચના કરે છે જે કુદરતી આપદા સામે સાવધાની રાખવાનું સૂચન કરે છે વળી બુધના ઘરમાં આ યોગ પ્રોપર્ટી માટે પારિવારિક જગડા કરાવનાર બને છે. બુધ મુદ્રા છે માટે સરકાર સૂર્યનું ત્યાં આવવું મુદ્રા બાબતે અને ક્રિપ્ટો કરન્સી બાબતે સરકારોનું કડક વલણ બતાવે છે અને આ સમયમાં નકલી નોટ બાબતે અનેક છાપા અને ગિરફ્તારી થતી જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.