Abtak Media Google News

તા. ૧૪.૨.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ પાંચમ,વસંત પંચમી,   રેવતી  નક્ષત્ર, શુભ યોગ ,કૌલવ  કરણ આજે  સવારે ૧૦.૪૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ)   : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

–વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક સાથે બુધવારે, શુભ યોગના સંયોગ સાથે!!

અગાઉ અત્રે લખ્યા મુજબ અનેક આંદોલનના નવેસરથી મંડાણ થઇ ચુક્યા છે તો શેરબજાર શનિ અસ્ત થતા ફરી વાર પડ્યું છે જે અગાઉ લખી ચુક્યો છું બીજી તરફ શનિ અસ્તના થતા વૃદ્ધ જાતકોની તકલીફ વધી રહી છે અને આગામી ૪૦ દિવસ જેવો સમય વધુ સાવધાની રાખવા જેવો ગણી શકાય. આજરોજ વસંત પંચમી છે સાથે સાથે શુભ યોગ પણ છે અને ચંદ્ર પણ ગુરુના ઘરમાંથી પસાર થઇ રહ્યા છે જે વિશેષ સંયોગ છે!! વસંત પંચમી પર  વસંતના વધામણાં સાથે  દેવી સરસ્વતીની પૂજાનો પણ છે વસંત ઋતુમાં વ્યક્તિ ખરા અર્થમાં વૈશ્વિક ચેતનાને ઓળખી શકે છે અને આ જગત અને અલૌકિક બંને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે આ માટે માતા સરસ્વતીની આરાધના મુખ્ય ભાગ ભજવે છે કલાની દેવી સરસ્વતી તમામ વિદ્યા અને જ્ઞાનની દેવી પણ છે માટે આ દિવસે વિદ્યાર્થીઓએ ખાસ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને તેમને ત્રણ નંગ ચણાના લોટની કોઈ પણ મીઠાઈ ધરવી જોઈએ આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી જે વિષય ના સમજતો હોય તે પુસ્તક માતા સરસ્વતીના ચરણે ધરી સમજાવવાની પ્રાર્થના કરવી જોઈએ જેનાથી તે વિદ્યા પ્રાપ્ત કરવામાં આસાની થાય છે વળી આપણે સૌ આજીવન વિદ્યાર્થીજ છીએ માટે જે કોઈ વિષયમાં તકલીફ પડતી હોય તે વિષયનું પુસ્તક માતા સરસ્વતીની ધરી મીઠાઈ ધરી ધૂપ દીપ કરી તે વિષયનું જ્ઞાન આપવાની પ્રાર્થના કરવી જોઈએ!!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી— ૭૯૯૦૫૦૦૨૮૨–

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.