Abtak Media Google News

તા.૨૧.૧૨.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, માગશર સુદ નોમ, રેવતી  નક્ષત્ર, વરિયાન યોગ, તૈતિલ   કરણ આજે રાત્રે ૧૦.૦૯ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ)  : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

–ચંદ્ર અને ગુરુ જયારે સંબંધમાં આવે ત્યારે ગજકેસરી યોગની રચના કરે છે.

આજે ગુરૃવારને રાત્રે ૧૦.૦૯ કલાકે ચંદ્ર મહારાજ મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં દેવગુરુ બૃહસ્પતિ એટલેકે ગુરુ મહારાજ સાથે યુતિમાં આવશે. ચંદ્ર અને ગુરુ જયારે સંબંધમાં આવે ત્યારે ગજકેસરી યોગની રચના કરે છે. ગજકેસરી યોગ જન્મકુંડળીમાં થતો સુંદર યોગ છે તથા જાતકને ઉંચાઈ પર લઇ જનાર છે. જયારે કોઈ ને કોઈ રીતે ગુરુ અને ચંદ્ર મળે છે ત્યારે ગજકેસરી યોગ બને છે પરંતુ ગજકેસરી યોગ સુંદર પરિણામ આપી શકે એ માટેની કેટલીક શરતો પણ છે કે આ યોગ ખાડાના સ્થાનમાં ના થવો જોઈએ અન્યથા એ પૂરતું પરિણામ આપતો નથી! વળી મોટા ભાગે લોકો જે ભૂલ કરે છે કે જ્યાં ગજકેસરી યોગ બનતો હોય તેના સ્વામીની સ્થિતિ ખાસ જોવી જરૂરી બને છે જેમકે હાલ જે યોગ બની રહ્યો છે તે મેષ રાશિમાં બની રહ્યો છે તો મેષના સ્વામી મંગળ મહારાજની સ્થિતિ પણ જન્મકુંડળીમાં જોવી જોઈએ જો મંગળ સારી રીતે બેઠા હોય તો તે પૂર્ણ પણે ગજકેસરી યોગનું પરિણામ આપનાર બને છે. આજના યુગ માં જે મિત્રોને ગજકેસરી યોગ સારી રીતે બનતો હોય છે તેમને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને સમાજ માં રુઆબભેર જીવી શકે છે સમાજમાં યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તેમનું વ્યક્તિત્વ અનુકરણીય હોય છે! કોઈ કારણસર ગજકેસરી યોગ પરિણામ ના આપતો હોય તો જન્મકુંડળીમાં તે દોષનું નિદાન કરી નિવારણ કરવાથી આ યોગ પ્રગતિ કરાવનાર બને છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.