Abtak Media Google News

તા. ૧૬.૩.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ  સાતમ, રોહિણી  નક્ષત્ર, પ્રીતિ  યોગ, ગર   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,વ,ઉ) : સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,છ,ઘ) : ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ)   : થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ) :  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ ,ણ ) : આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત) : પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન ,ય ) : નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા  મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ ,સ,શ ) :   આજના દિવસે તમારા રસના વિષયો માં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.

મીન (દ ,ચ ,ઝ ,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી– ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.