Abtak Media Google News

તા. ૫.૧૧.૨૦૨૩ રવિવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ આઠમ, પુષ્ય નક્ષત્ર, શુભ યોગ,બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો, પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વિચારોને અમલમાં મૂકી શકો .ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મિથુન (ક,છ,ઘ) :  કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે, તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.

કર્ક (ડ,હ) : ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો, આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

સિંહ (મ,ટ) :  કોઈ બાબતને અહમનો  પ્રશ્ન  ના બનાવવો, વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.

કન્યા (પ ,ઠ ,ણ) : અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.દિવસ સારો રહે.

તુલા (ર,ત)  સ્ત્રીવર્ગ પોતાની પતિભા બતાવી શકે, વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.

વૃશ્ચિક (ન ,ય) : યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

ધન (ધ,ભ,ફ,ઢ ): જે બાબત વિચારી હોય તે બનતી જોવા મળે, દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.

મકર (ખ,જ) : સામાજિક રીતે આગળ વધી શકો, જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ) :ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે , તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): વિદ્યાર્થીવર્ગને એકાગ્રતા રહે, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

–આજરોજ રવિવાર ને સવારે ૧૦.૩૦ સુધી રવિ પુષ્યામૃત યોગ બને છે

અત્રે લખ્યા મુજબ પાકિસ્તાનમાં એરબેસ પર આતંકી હુમલો થયો છે અને હજુ અન્ય દેશોમાં પણ આતંકી ગતિવિધિ તેજ થવાના સંકેત છે વળી અગાઉ લખ્યા મુજબ નેપાળની ધરા ફરી ધ્રુજી છે અને હજુ એ બેલ્ટ વધુ સક્રિય બની રહ્યો છે તો ઘરઆંગણે અનેક વિવાદો અને આંદોલનો અને પ્રશ્નો ચાલી રહ્યા છે જે હાલના ગોચર ગ્રહોની સાક્ષી પુરે છે. આજરોજ રવિવાર ને સવારે ૧૦.૩૦ સુધી  પુષ્ય નક્ષત્ર છે માટે સવારે ૧૦.૩૦ સુધી રવિ પુષ્યામૃત યોગ બને છે જે સોના ચાંદી અને શુભ ખરીદી માટે શ્રેષ્ઠ સમય ગણી શકાય વળી આ સમયમાં શુભ સાધનાઓ પણ કરી શકાય! આવતીકાલે સોમવારે સૂર્ય વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને બુધ મહારાજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બુધના વૃશ્ચિક પ્રવેશ સાથે આર્થિક કૌભાંડો બહાર આવે વળી આર્થિક ગુનેગારો સાણસામાં આવતા જોવા મળશે. બુધ આયાત નિકાસ વ્યાપાર, બેન્ક અને મુદ્રા સ્થિતિ દર્શાવે છે માટે આ સમયમાં બેન્કોને તકલીફ પડતી જોવા મળે અને બેન્ક પોતે આર્થિક ભીંસમાં જોવા મળે વળી ક્રિપ્ટો કરન્સી પણ અચાનક તકલીફ આપતી જોવા મળે વળી શેરબજાર માટે આ સમય બહુ જ સેન્સેટિવ ગણી શકાય અને આ સમયમાં બહુ મોટા સાહસ ના કરવા સલાહ છે!!  ગોચર ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો આ સમય ઘણા ક્ષેત્રો અને ઘણા રાજ્યો માટે  ખુબ જ સેન્સેટિવ ગણી શકાય વળી આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી પડે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.