Abtak Media Google News

રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડી પાસેથી આજે સવારના સમયે તેજી દીધેલું બાળક મળી આવ્યું હોવાની જાણ 108 ને કરાતા 108 નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંના તબીબો એ તેને તપાસતા સ્વસ્થ જોવા મળ્યો હતો જ્યારે આ બાળક પાંચ દિવસનું હોવાનું તબીબો દ્વારા અનુમાન આપવામાં આવ્યું છે. અને બાળક સ્વચ્છ હોવાથી તેને હાલ બહાર આશ્રમમાં રાખી દેવામાં આવ્યું છે.

108 ના સ્ટાફે તાત્કાલિક બાળકને હોસ્પિટલે ખસેડ્યું : પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે માતા-પિતાની શોધખોળ

વિગતો મુજબ ગોંડલ ચોકડી પાસેથી પાંચ દિવસનું બાળક મળી આવ્યું હોવાની જાણ પોલીસ સ્ટાફ અને 108 ના સ્ટાફને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બાળકને તપાસતા તે સ્વસ્થ હોવાનું જણાવ્યું છે. જેથી બાળક સ્વસ્થ હોવાથી તેને હાલ બાલ આશ્રમમાં રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા ગોંડલ ચોકડીના આસપાસના સીસીટીવી ફૂટેજો તપાસી બાળકને ત્યજી દેનાર નિષ્ઠુર માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.