Abtak Media Google News

તા. ૨૩.૧.૨૦૨૩ સોમવાર 

સંવંત ૨૦૭૯ મહા સુદ બીજ

નક્ષત્ર ધનિષ્ઠા 

યોગ વ્યતિપાત 

કરણ  બાલવ

આજે બપોરે ૧.૫૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) ત્યારબાદ કુંભ (ગ,,શ) રહેશે


મેષ (અ,,ઈ): આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.

વૃષભ (બ,,ઉ): સવારથી તમારા મનમાં અનેક નવા કાર્યની સૂચિ આવી શકે છે અને તમે તમારા પ્રયત્નથી તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.

મિથુન (ક,,ઘ): ગોચર ગ્રહો મુજબ જોઈએ તો બારમે ચંદ્રમા મનને થોડું દ્વિધામાં રાખે છે વળી ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે ,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.

કર્ક (ડ,હ): થોડા સમયથી તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશો પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ લાભદાયક રહે.

સિંહ (મ,ટ):  જે મિત્રો વ્યવસાય બાબતે પરેશાન થાય છે તેમને રસ્તો મળતો જોવા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે. દિવસ લાભદાયક રહે.

કન્યા (પ,,ણ ): આજના દિવસે તમારે મન પાસેથી ઘણું કામ લેવાનું રહેશે ,પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.

તુલા (ર,ત): પ્રણયમાર્ગે ચાલનારા માટે સારા સમાચાર આવી શકે ,વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ ખુશનુમા વીતે .

વૃશ્ચિક (ન,ય): નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે ,ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.

ધન (ધ,,,ઢ): અંગત વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે વળી હિતશત્રુઓથી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

મકર (ખ,જ): વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસમાં સફળતા અપાવતો શુભ દિન. યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી બનશે.

કુંભ (ગ,,શ ): આજના દિવસે તમારા રસના વિષયોમાં આગળ વધી શકો વળી નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદમાં પસાર થાય.

મીન (દ,,,થ): આજના દિવસે તમે બનાવેલા સબંધો તમને કામ લાગશે ,ભાઈ ભાંડુ સુખ સારું રહે,અંગત મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

 

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.