Abtak Media Google News

મેષ: આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, જેના કારણે દિવસભર લાભની તકો મળશે. તમે પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ મેળવશો. જો તમે નોકરી અને ધંધામાં કેટલાક સકારાત્મક પગલા ભરો છો તો પછીથી માત્ર લાભ થશે, પરંતુ કામમાં નવી તાજગી પણ આવશે. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ શકે છે.

વૃષભ: આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવને કારણે કોઈ પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. પરસ્પર વાટાઘાટો, વ્યવહારમાં સંયમ અને સાવચેતી રાખવી. બપોરે કામના ધસારાને લીધે તમે શારીરિક નબળાઇ અનુભવી શકો છો, જેનાથી હાથ અને પગ પર અસર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં આજે તમારું ધ્યાન નવી યોજનાઓ પર કેન્દ્રિત રહેશે અને તમને અધિકારીઓનો પૂરો સહયોગ પણ મળશે.

મિથુન: કૌટુંબિક ખર્ચામાં વધારો થવાને કારણે તમે દબાણનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. સમાજમાં શુભ ખર્ચાને કારણે તમારી ખ્યાતિ વધશે અને સામાજિક વર્તુળમાં પણ વધારો થશે. ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે. રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો. લવ મેરેજમાં રસ ધરાવતા લોકો માટે સમય અનુકૂળ છે.

કર્ક: ધંધામાં ઝડપથી નિર્ણયો નહીં લેવાને કારણે કોઈ અવરોધ અથવા નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં મોટાભાગની યોજનાઓ સફળ થશે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આજે તમે સમર્પણ સાથે જે પણ કાર્ય કરો છો તેનું ફળ તે જ સમયે પ્રાપ્ત થશે. ઘર અને ઓફિસના અધૂરા કામોને પતાવવાની તક મળશે. આજનો દિવસ સામાન્ય રહેશે. ભાગીદારીમાં કરવામાં આવતા ધંધામાં ઘણો ફાયદો થશે.

સિંહ: આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન રાખશો. તમારા આહારમાં બેદરકાર ના બનો. બિઝનેસમાં જોખમ લેવાનું પરિણામ આજે ફાયદાકારક રહેશે. ધૈર્ય અને તમારા નરમ વર્તનથી ઘરની સમસ્યાઓ સુધારી શકાય છે. પ્રેમજીવનમાં મધુરતા રહેશે. ઉતાવળમાં કોઈ કાર્ય કરવાનું ટાળો, નહીં તો મુશ્કેલી વધી શકે છે, તેથી બધું કાળજીપૂર્વક કરો.

કન્યા: આજે તમને રચનાત્મક કાર્ય કરવાનું મન થશે. આજે તમારી આસપાસનું વાતાવરણ હળવું બનશે. દિવસના પહેલા ભાગમાં થોડી મૂંઝવણ રહેશે, જેના કારણે મન પરેશાન થઈ શકે છે. પરંતુ આત્મવિશ્વાસ વધ્યા પછી શક્તિમાં વધારો થશે. તમે મિત્રો સાથે ફરવા નીકળી શકો છો. વ્યસ્તતા દિવસભર રહેશે પરંતુ ધાર્મિક કાર્યો માટે સમય કાઢશો.

તુલા: જીવનસાથી તમને કાર્યક્ષેત્રમાં દગો આપી શકે છે, તેથી કાળજીપૂર્વક કામ કરો. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે થોડો સમય કાઢશે તો તે વધુ સારું રહેશે. શુભ કાર્યોમાં સાંજનો સમય વિતાવશો.  કોઈ ચોક્કસ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેજો. યુવા વર્ગો તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ ન મળવાથી ચિંતિત રહેશે.

વૃશ્ચિક: અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને રોજગારની સ્થિતિમાં સુધાર થશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયોના કારણે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. કોઈ ખાસ કાર્ય માટે કરેલા પ્રયત્નો સકારાત્મક પરિણામ આપશે. ધાર્મિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. સંતાન સંબંધી શુભ સમાચાર મળવાથી તમને શાંતિ મળશે. ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે.

ધન: રોજિંદા ઘરના કામકાજ પતાવવાની આજે સુવર્ણ તક છે. કાર્યક્ષેત્રમાં કાર્ય સમયે મન બીજે ક્યાંક ભટકવાનું શરૂ કરશે, જેના કારણે થોડી ખોટ રહેશે. પરંતુ સ્વાર્થને લીધે લોકો તમારી ભૂલને અવગણી શકે છે. જો ક્યાંક રોકાણ કરવાની યોજના છે તો તેને અમલમાં મુકો, તમને ચોક્કસ ફાયદો થશે. પરિવારના સદસ્યોની ખુશી પ્રાથમિકતા પર રહેશે અને સુવિધા અને ખરીદીમાં સમય પસાર થશે.

મકર: રોજગારી ક્ષેત્રે તમને તમારી લાયકાત વધારવાની તક મળશે. એકાંતમાં સમય વિતાવવાની તક મળવાથી તમારી અંદર જે ફેરફાર કરવા ઈચ્છો છો તે કરી શકો છો. ઈમોશનલી રીતે તકલીફ આપતી બાબતોને ઉકેલવી શક્ય છે. જીવનમાં જે ફેરફાર તમે કરવા ઈચ્છો છો તે તમે ઝડપથી કરી શકશો. હાલના સમયમાં આધ્યાત્મિક પ્રગતિ થશે.

કુંભ: ધાર્મિક યાત્રા પર જવા માટે અચાનક યોજના બનશે, જેનાથી મનને શાંતિ પણ મળશે. જો કોઈ કાયદાકીય મામલો બાકી છે તો તમને આજે તેમાં સફળતા મળશે. તમારી પોતાની અધીરાઈ અને ગુસ્સો તમારા કામમાં વારંવાર અવરોધોનું કારણ માત્ર છે, મોસાળ પક્ષ તરફથી કોઈ વિવાદ થવાની સંભાવના છે.

મીન: કોઈ મોટું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે સલાહ લેવાનું નિશ્ચિત કરો. ધંધા સંબંધિત તમામ વિવાદો આજે સરકારી અધિકારીની મદદથી ઉકેલી શકાય છે.  સમય અનુસાર તમારી દિનચર્યા અને કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા અને સર્વોપરિતા વધશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.