Abtak Media Google News

મેષ રાશિફળ (Aries):

આજે તમારા મનમાં કોઈ વાતને લઈને પહેલેથી ચાલી રહેલી મૂઝવણમાં વધારો થઈ શકે છે. આખો દિવસ કોઈ પ્રકારની મૂઝવણમાં રહેશો. સમસ્યાઓનું સમાધાન ન મળાથી માનસિક અશાંતિ રહેશે. ક્યાંક મુસાફરીનો પ્લાન બનાવીને કેન્સલ થઈ શકે છે. ઈશ્વર બધું સારા માટે જ કરે છે. આજનો દિવસ શુભ છે અને તમે તમારામાં જ ઘણા વ્યસ્ત રહેવાના છો. આજે કેટલાક રોકાયેલા કામો થઈ જવાથી મનમાં આનંદ રહેશે અને તણાવ તમારાથી ઘણો દૂર રહેશે.

વૃષભ રાશિફળ (Taurus):

આજે ગ્રહો તમારી સાથે છે અને કોઈ ખાસ ઘટનાક્રમ અંતર્ગત રોકાયેલું ધન અચાનક પ્રાપ્ત થવાથી સમગ્ર પરિવારમાં આનંદ રહેશે. આજે બધાની મહેનત સફળ થશે. આજે તમારો વિશ્વાસ ધર્મ તેમજ આધ્યાત્મમાં વધશે. રોજબરોજના કામમાં બેદરકારી ન રાખતા. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ શુભ છે. આજે ગ્રહોની દશા જણાવી રહી છે કે આજે સમગ્ર દિવસ બીજાના કામ માટે દોડાદોડ રહેશે. તો, સંતાન સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરવામાં તમને આજે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિફળ (Gemini):

કોઈ સ્પર્ધામાં તમારી જીત થઈ શકે છે. કોઈ ખાસ ઉપલબ્ધિથી પણ તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ સંબંધી દ્વારા કોઈ અશુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન પરેશાન રહેશે. કોઈપણ નિર્ણય ઉતાવળ કે ભાવુકતામાં આવીને લેશો નહીં. મિત્રો તથા સંબંધીઓ તમારા કાર્યોમાં ભૂલો શોધી શકે છે. આજનો દિવસ મિશ્રિત ફળકારક છે. મોટા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે અને તેનાથી તમને નુકસાન થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ જાળવી રાખજો. પ્રભાવશાળી લોકોની સાથે નવા સંબંધ બનાવવાથી ભાગ્ય ચમકશે. સામજિક રીતે સન્માન મળશે.

કર્ક રાશિફળ (Cancer):

આજે ગ્રહોની દશા તમારા માટે અનુકૂળ જણાઈ રહી છે. કર્મ કરનારા લોકોને તત્પરતાથી લાભ થશે. સ્વજનો તરફથી સુખ પ્રાપ્ત થશે અને પરિવારમાં મંગળ કાર્યોનું આયોજન થઈ શકે છે. પરંતુ, સૌથી જરૂરી છે એ વાતનું ધ્યાન રાખવું કે લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. આજે સમય મિશ્રિત ફળદાયક રહેશે. દિવસની શરૂઆત સારી રહેશે. એટલે પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યો ઉપર ખાસ ધ્યાન આપો.

સિંહ રાશિફળ (Leo):

આજે તમારો દિવસ કોઈ ખાસ યોજનાનું પ્લાનિંગ કરવામાં પસાર થશે. એ વાત ઘર પરિવાર કે પછી ઓફિસ સાથે જોડાયેલી હોઈ શકે છે. અધિકારીવર્ગ સાથે સારું ટ્યૂનિંગ રહેશે. લોકો તમારી વાતને મહત્વ આપશે અને તમારી કાર્યયોજનાની પ્રશંસા કરશે. આજે દિવસ થોડો મુશ્કેલીભર્યો પસાર થશે. જો તમે વેપારી છો, તો આજે બિનજરૂરી વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. આજે તમારે સંતાનના મામલે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે.

કન્યા રાશિફળ (Virgo):

આજે શત્રુઓથી બચવાનો પ્રયાસ કરજો. ઓફિસમાં કોઈ બોસ સમક્ષ તમારી ફરિયાદ કરી શકે છે. હાલના સમયે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોને ઓફિસના લોકોના રાજકારણનો શિકાર બનવું પડી શકે છે. તમારે દરેક મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેવડ-દેવડ ન કરતા. આજનો દિવસ મિશ્ર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં સીનિયર અધિકારીઓ સાથે અણબનાવ થઈ શકે છે.

તુલા રાશિફળ (Libra):

આજનો દિવસ તમમને વિશેષ લાભ આપનારો દેખાઈ રહ્યો છે. દિવસના પૂર્વાર્ધમાં છૂટક લાભ થઈ શકે છે. નોકરી-વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક મુદ્દા હલ થઈ જશે અને પરિવારમાં પણ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે. એ વાતનું ધ્યાન રાખજો કે કોઈ પણ વ્યવસાય નાનો કે મોટો નથી હતો. તો લગ્નજીવનમાં સરળતા જળવાઈ રહેશે. પરાક્રમમાં વધારાથી શત્રુઓનું મનોબળ તૂટશે. દિવસના ઉત્તરાર્ધમાં અચાનક અતિથીઓના આગમનથી વ્યય વધી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટીને પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો. સમય અનુકૂળ છે, તેનો ભરપૂર સહયોગ કરો. ઘરનું વાતાવરણ વ્યવસ્થિત જળવાયેલું રહેશે. પાડોસમાં કોઈ ધાર્મિક સમારોહમાં જવાથી લોકોને મળવાનું થશે. કોઈપણ સમયે તમારું મન નાની-નાની વાતોને લઈને વિચલિત થઈ શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, કેમ કે તમારી પરેશાનીઓનો નકારાત્મક પ્રભાવ તમારા પરિવારના લોકો ઉપર પણ પડશે.

ધન રાશિફળ (Sagittarius):

ઘરમાં લગ્નની વાત ચાલી શકે છે. નવી યોજનાઓ તરફ ધ્યાન આપજો. અચાનક લાભ થઈ શકે છે. તમે જે પ્રકારનાં લોકો સાથે સમય પસાર કરી રહ્યા છો, તે લોકોની અસર તમારાં સ્વભાવ અને વિચારો પર જોવા મળી રહી છે. તમારે તમારાં પોતાનાં વિચારો અને તમારી જાતને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર રહેશે અને પછી પ્રકૃતિના પરિવર્તન પર. તમારાં માટે નિયંત્રણ જાળવવું શક્ય બનશે.

મકર રાશિફળ (Capricorn):

કોઈ લક્ષ્યની પ્રાપ્તિમાં ભાઈઓનો સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ રહેશે. આજે ગ્રહોના શુભ પ્રભાવથી સફળતા મળશે. દિવસના ઉત્તરાર્ધમાં ધન વૃદ્ધિ થવાથી મનમાં આનંદ રહેશે. વાહન, જમીન ખરીદી અને સ્થાન પરિવર્તનના સુખદ સંયોગ પણ બની રહ્યા છે. સાંસારિક સુખ ભોગ તેમજ ઘર પરિવારના ઉપયોગની પ્રિય વસ્તુની ખરીદી થઈ શકે છે.

કુંભ રાશિફળ (Aquarius):

સંબંધોના કારણે તમે જે સંઘર્ષ અનુભવી રહ્યા હતાં, તે ઘણી હદ સુધી ઓછો થઈ જશે. અટવાયેલાં કામોને આગળ વધારવાનો માર્ગ મળશે, પરંતુ મનમાં ઉદભવતી મૂંઝવણને કારણે તમે કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકશો નહીં. આજનો દિવસ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. ઘણાં પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે વિચારોમાં પરિવર્તન આવશે.

મીન રાશિફળ (Pisces):

જો કોઈ તમારી ટીકા કરી રહ્યું છે તો તેના તરફ ધ્યાન ન આપીને તમારું કામ કરતા રહો. આગળ જતા સફળતા મળશે. આજના ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા માટે લાભનો માર્ગ ખોલશે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.