Abtak Media Google News

તા. ૧૮.૧૦.૨૦૨૩ બુધવાર  ,સંવંત ૨૦૭૯ આસો સુદ ચોથ, અનુરાધા   નક્ષત્ર, આયુષ્ય  યોગ, વણિજ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ  દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.

વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) :  તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .

કર્ક (ડ,હ)  :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક  દિવસ .

સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય  નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.

તુલા (ર,ત) :  તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે,  આગળ વધી શકો .

વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–સૂર્ય મહારાજ તુલામાં નીચસ્થ થવા જઈ રહ્યા છે

અત્રે લખ્યા મુજબ બે ગ્રહણ વચ્ચેનો સમય ભારેથી ભારે વીતી રહ્યો છે અને ઇઝરાયેલ યુદ્ધમાં અનેક દેશ જોડાઈ રહ્યા છે અમેરિકી પ્રમુખ જો બિડનની ઇઝરાયેલ મુલાકાત હાલના સમયની કટોકટી દર્શાવે છે તો ઈરાનથી લઈને અનેક દેશ આ યુદ્ધમાં સીધા જ ઉતરી પડવાની તૈયારી દર્શાવી ચુક્યા છે જે આ સમયના વિકરાળ સ્વરૂપને રજૂ કરે છે આ સમયમાં વિશ્વની ઘણી જાસૂસી સંસ્થાઓ પરિસ્થિતિ સમજવામાં થાપ ખાઈ જતી જોવા મળશે અને અચાનક ઘણા નવા ડેવલોપમેન્ટ સામે આવતા જોવા મળશે તો બીજી તરફ સરકાર અને સત્તાના કારક સૂર્ય મહારાજ તુલામાં નીચસ્થ થવા જઈ રહ્યા છે તે સમયે જ અલ્હાબાદ હાઇકોર્ટે નિઠારી કેસમાં સરકારી એજન્સીઓની ઝાટકણી કાઢી છે અને શનિ મહારાજ બે ગ્રહણ પછી તુર્તજ માર્ગી થઇ રહ્યા છે પણ તે પહેલા આ કેસમાં ઢીલાશના કારણે વિપરીત પરિણામ સામે આવ્યું છે!!! આજરોજ બુધવાર અને ચોથું નોરતું છે. ચોથા નોરતે માં કુષ્માન્ડાની પૂજા અર્ચના કરવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પાતિ માં કુષ્માન્ડાથી મનાય છે માટે બ્રહ્માંડ અને અવકાશ અને પૃથ્વીલોકના રહસ્યો સમજવા માં કુષ્માન્ડાનું ધ્યાન ધરવું જોઈએ. માં કુષ્માન્ડા તમામ સંતાપ દૂર કરનારી અને જીવનના તમામ રહસ્યો સમજાવનારી છે વળી તે ભક્તોની તમામ બાધાઓ દૂર કરી તેને સાચી સમજણ આપનારી છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.