Abtak Media Google News

આજના યુવા વર્ગ પોતાના હેરસ્ટાઈલ પ્રત્યે વધુ જાગૃત થયો; વર્તમાન સમયમાં વિવિધ આકર્ષક હેર કટીંગનો ભારે ક્રેઝ

એક જમાનામાં સુનિલદત્ત-અમિતાભ જેવા કલાકારો સાથે અભિનેત્રી ‘સાધના’ની હેરકટ જાણીતી હતી: જેમ સમય બદલતો ગયો તેમ હેરસ્ટાઈલ પણ બદલતી ગઈ

આજકાલ ચોમેર દિશાએ વધતા ફેશન ક્રેઝમાં યુવાવર્ગ વસ્ત્રો સાથે પોતાના લુક સાથે ચહેરા-હેરસ્ટાઈલ-દાઢી વિગેરે બાબતે પણ જાગૃત થયો છે. વર્ષો પહેલાની ‘છાલીયા-કટ’ આજની 21મી સદીના ફેશનયુગમાં મશરૂમ કટ બનીને પરત આવી છે.

Haistyle 2

જૂના જમાનામાં આવી કોઈ સ્ટાઈલ માણસો કરતા નહીં તો ઋતુ પ્રમાણે વાળ કટ ન કરાવા પડે તેથી ઉનાળાની ગરમીમાં સાવ આછા વાળ કટીંગ કરાવતા હતા.

વર્ષો પહેલા એક ફિલ્મી ગીતમા નાના બાળકે આવી કટ રાખતા તેજ જમાનાની આઈસ્ક્રીમ કંપનીએ તેને જાહેરાતમાં બતાવતા લોકો તેવી હેરકટ રાખતા થયા બાદ ફિલ્મી કલાકારો જેવી હેરકટનો યુગ શરૂ થયો જેમાં સુનિલદત-અમિતાભ-વિનોદખન્ના, જીતેન્દ્ર, દેવાનંદ જેવા કલાકારો સાથે અભિનેત્રી ‘સાધના’ની હેરકટની બોલબાલા હતી. 1960ના દશકામાં આ ફિલ્મ હેર સ્ટાઈલનો યુગ શરૂ થયો જે આજે પણ બરકરાર છે.

હેરકટીંગની વિવિધ સ્ટાઈલનાં ઈતિહાસ જોઈએ તો ‘છાલીયાકટ’થી શરૂ થઈને આર્મી કટ, હીપ્પીકટ, બોલકટ, ક્રોકોડાઈલકટ, રફકટ, વાડીલાલ કટ, ગ્રુકટ-ફેડકટ, ઈટાલીયન કટ, વનસાઈડને ટુસાઈડ જેવી વિવિધ હેરકટનો જમાનો આવ્યો હતો. લાંબાહેર 1970ના દશકામાં સુનિલદત્તે શરૂઆત કરી બાદમાં તેના પુત્ર સંજય દત્તે પણ આજ સ્ટાઈલ ‘રોકી’ ફિલ્મથી શરૂ કરી હતી.

Haistyle 3 આજના ફ્રેશન યુગમાં યુવા વર્ગમા રનીંગ હેર સ્ટાઈલમાં વનસાઈડ, પફ સ્ટાઈલ-ક્રેઝીકટ,ઓલ્ડડફકટ, અંડર કટ્ટ-ફ્રેડ લોંગલેવર જેવી પ્રથમ પસંદની હેરસ્ટાઈલ છે. તો યુવતીઓમાં લેયરકટ, યુસેપ અને સ્પોટકટ જેવી સ્ટાઈલનો ફેશન યુગ ચાલી રહ્યો છે. આજનો યુવાવર્ગ દર બે ત્રણ માસે આહેરસ્ટાઈલ પાછળ ચાર આંકડાની રકમનો ખર્ચ કરે છે.

આજની ફિલ્મો-ટીવી ધારાવાહિકમાંથી યુવા વર્ગ સ્ટારોને જોઈને તેને આઈકોન માનીને તેના જેવી સ્ટાઈલ કરવા યુવા વર્ગ પ્રેરાય છે. જેને કારણે અમીરખાનની ફિલ્મ ‘ગજની’ની સ્ટાઈલ પણ યુવા વર્ગ રાખતો હતો. પોતાના નાનકડા સંતાનોને પણ મા-બાપ વિવિધ હેર સ્ટાઈલ રાખે છે.

આજના યુગમાં ‘ખરતા’ વાળની સમસ્યા ને યુવા વર્ગ બહુ બારીકાઈ જોતો હોવાથી ઘણા યુવા વર્ગને મોટી ઉંમરનાં પેચ-વિગ-પહેરીને તેના લુકમાં નવીનતા લાવી રહ્યા છે. જોકે અમુક યુવા વર્ગતો આર્મીકટ રાખીને એકદમ ટુકા વાળ રાખી રહ્યા છે.

રાજકોટ શહેરમાં વિવિધ હેર સલુન,બ્યુટીપાર્લરો ખૂબજ જાણીતા હોવાથી યુવા વર્ગ ત્યાં જઈને વિવિધ હેરસ્ટાઈલમાં સજજ થઈને માનસીક આત્મસંતોષ મેળવે છે.

મહિલાઓની આ છે રનીંગ હેરસ્ટાઈલ ફેશન

  • લેયર કટ
  • યુસેપ
  • સ્પોટકટ

આજના યુવા વર્ગની રનીંગ ‘હેરકટ’

  • વન સાઈડ
  • પફ સ્ટાઈલ
  • ક્રેઝી કટ
  • ઓલ્ડ ડફકટ
  • અંડર કટ-ટ્રેડકટ
  • લોંગ લેયર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.