Abtak Media Google News
  • કલાકારો:- અક્ષય કુમાર, ભૂમિ પેડણેકર, અનુપમ ખેર, દિવ્યેન્દુ શર્મા, સુધીર પાંડે
  • પ્રોડયુસર:- અક્ષયકુમાર
  • ડાયરેકટર:- નારાયણસિંઘ
  • મ્યુઝિક:- માનસ-શિખર
  • ફિલ્મ ટાઈપ:- સોશિઅલ ડ્રામા
  • ફિલ્મની અવધિ:- ૧૫૫ મિનિટ
  • સિનેમા સૌજન્ય:- કોસ્મોપ્લેકસ
  • રેટિંગ:- ૫ માંથી સાડા ત્રણ સ્ટાર

સ્ટોરી:- અક્ષયકુમાર (કેશવ)ને ભૂમિ (જયા) ગમી જાય છે. યોગાનુયોગ બંને મળે છે. એકથી વધુ વખત આવી રીતે મુલાકાત થતા અક્ષય ભૂમિને એકતરફા પ્યાર કરવા લાગે છે. અક્ષય ભૂમિનો પીછો કરે છે અંતે બંને એકબીજાના થઈ જાય છે અને લગ્ન થઈ જાય છે પરંતુ અસલી ખેલ તો હવે શ‚ થાય છે. ભૂમિ ગ્રેજયુએટ છે પણ અક્ષય તેનાથી ઓછું ભણેલો અને માવડિયો હોય છે. ઘરમાં શૌચાલય ન હોવાથી ભૂમિ બળવો પોકારે છે. જયાં સુધી ઘરમાં શૌચાલય ન બને ત્યાં સુધી રીસામણે જતી રહે છે અને અક્ષય ઘરમાં શૌચાલય બનાવીને પત્નીને માનભેર ઘરે પરત લાવે છે અને પોતાના ગામના લોકોને પણ પ્રેરિત કરે છે

એક્ટિંગ:- આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર એક નવા અવતાર અને અંદાજમાં જોવા મળી છે. અગાઉની ફિલ્મ દમ લગા કે હઈશામાં તેણે વજન વધારવું પડયું હતું.આ ફિલ્મમાં તેનો અભિનય વજનદાર છે. ‚સ્તમ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી અને સુપરહીટની હેટ્રિક આપ્યા પછી અક્ષયકુમાર ફુલ ફોર્મમાં છે તે હવે મસાલા મૂવી કરવાના બદલે મીનિંગ ફૂલ સિનેમા કરે છે. અન્ય સપોટિર્ંગ કલાકારોની એક્ટિંગ જસ્ટ ઓ.કે.

ડાયરેકટર:- ટોઈલેટ-એક પ્રેમકથાનું ડાયરેકશન નારાયણસિંઘે કર્યું છે. તેમના ડાયરેકશનમાં કોઈ ખામી નથી. તેમણે એવા હોટટોપિક પર ફિલ્મ બનાવી છે. જેના પર કેન્દ્ર સરકાર અત્યારે અભિયાન ચલાવે છે. આથી ટેકસ ફ્રી જેવી સરકારી છુટછાટનો પણ લાભ મળશે. તેમણે અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર પાસે બખૂબી કામ લીધું છે. અક્ષય પર હવે પ્રયોગ કરી શકાય છે. તેણે તસવીર ૨૪૭ નામની ફિલ્મ થકી પોતાની ઈમેજ બદલી હતી જોકે એ અલગ મુદો છે કે આ ફિલ્મ પીટાઈ ગઈ હતી. અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકા બખૂબી નિભાવી છે.

મ્યુઝિક:- આ ફિલ્મની સ્ક્રીન પ્લે, સ્ટોરી અને ડાયલોગ ડિલીવરીનું પાસું એટલું મજબુત છે કે તેના નબળા સંગીતની અસર થતી નથી. ફિલ્મનું એકમાત્ર ગીત હસ મત પગલી પ્યાર હો જાયેગા સાંભળવું ગમે છે. ઘણા લાંબા સમય બાદ આ ફિલ્મ થકી પ્લેબેક સિંગર સોનુ નિગમે કમ બેક કર્યું છે. આ ફિલ્મનું મ્યુઝિક માનસ-શિખર અને વીકી પ્રસાદે આપ્યું છે.

ઓવરઓલ:- ટોઈલેટ એક પ્રેમકથા બેશક જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મમાં મનોરંજનની સાથે મેસેજ પણ છે. સિનેમા હોલમાં દર્શકો અક્ષય-ભૂમિની આ ફિલ્મ જોતા જોતા ખૂબ જ એન્જોય કરતા હતા. પ્રથમ દિવસે ફિલ્મને સારું ઓપનિંગ મળ્યું છે. આ સિવાય વીક એન્ડ અને સાતમ-આઠમની રજાઓનો લાભ આ ફિલ્મને મળશે. બાય ધ વે ગયા વર્ષે ૧૨ ઓગસ્ટે અક્ષયકુમારની ફિલ્મ રુસ્તમ રીલીઝ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.