Abtak Media Google News

ભાજપના કોર્પોરેટરના પ્રમ પ્રશ્ર્નમાં કોંગી કોર્પોરેટરો પેટા પ્રશ્ર્નનો મારો ચલાવશે: તમામ કોર્પોરેટરોને હાજર રહેવા બન્ને પક્ષના નેતાઓનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની ઉપસ્િિતમાં જનરલ બોર્ડની બેઠક મળશે. જે તોફાની બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં પ્રમ ભાજપના કોર્પોરેટર દલસુખભાઈ જાગાણીના પ્રશ્ર્નની ચર્ચા વાની હોય જેમાં કોંગી કોર્પોરેટરો પેટા પ્રશ્ર્નનો મારો ચલાવે તેવી શકયતા દેખાઈ રહી છે. દરમિયાન બન્ને પક્ષના નેતાઓએ તમામ કોર્પોરેટરોને ફરજીયાતપણે બોર્ડ બેઠકમાં હાજરી આપવા તાકીદ કરી છે. કાલે પણ બોર્ડમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મહાપાલિકામાં કાલે મળતારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૧૦ અને કોંગ્રેસના ૮ કોર્પોરેટરોએ ૩૯ સવાલો રજૂ કર્યા છે. જેમાં સૌપ્રમ ભાજપના કોર્પોરેટર દલસુખભાઈ જાગાણીના જે.એન.એન.યુ.આર.એમ. અને આરોગ્યના પ્રશ્ર્નની ચર્ચા શે. ભાજપના નગરસેવકના પ્રશ્ર્નોમાં કોંગ્રેસના કોર્પોરેટરો પેટા પ્રશ્ર્નો ઉભા કરી બોર્ડમાં અધિકારીઓ પર તડાપીટ બોલાવે તેવી સંભાવના જણાય રહી છે. બોર્ડમાં પીપીપી આવાસ યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે પણ ગરમા-ગરમી વાના એંધાણ હાલ વર્તાઈ રહ્યાં છે.

બોર્ડમાં આ વખતે પણ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આટલું જ નહીં તમામ કોર્પોરેટરો, મહાપાલિકાના કર્મચારીઓ તા અધિકારીઓએ ફરજીયાત ઓળખકાર્ડ સો આવવું પડશે. બોર્ડમાં ૧૭ નિયમીત દરખાસ્ત ઉપરાંત બે પુરવણી દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.